ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 માર્ચ 2021
મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે.આ સંખ્યાને ધ્યાનમાં રાખીને જ મુંબઈ મહાનગરપાલિકાએ શિક્ષક અને શિક્ષકેત્તર કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ નો આદેશ આપ્યો છે. શિક્ષક અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોનાના પ્રકોપથી બચવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ વર્ક ફ્રોમ હોમ નો નિર્ણય લીધો હતો આ
નિર્ણયના અંતર્ગત શિક્ષકો દરેક આંતરે દિવસે શાળામાં આવી શકશે જેથી શિક્ષકો અને વિદ્યાર્થીઓને ભીડને રોકી શકાય.
મહાનગરપાલિકાએ તેમના તમામ ક્ષેત્રના શિક્ષકો ને ઈ-લર્નિંગ અને ઓનલાઈન પધ્ધતિની જાણકારી મેળવવાનું સૂચન કર્યું છે. તેમજ શિક્ષક અને શિક્ષકેત્તર કર્મચારીઓએ દૈનિક કામકાજની નોંધ google sheet કે worksheet માં કરવાની રહેશે.
પાલિકાના આ નિર્ણયથી એ વાત તો નક્કી છે કે રસ્તા પરની ભીડ ઓછી થશે.
