ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 6 એપ્રિલ 2021
મંગળવાર
મુંબઈ મહાનગર પાલિકાએ કોરોના સંક્રમણને રોકવા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પાલિકામાં પ્રવેશતા લોક પ્રતિનિધિ, નિયમિત રૂપે આવનાર અધિકારી અને કર્મચારીઓને મહાનગર પાલિકાના મુખ્યાલય તથા 24 વિભાગમાં પ્રવેશ પર પાબંદી લગાવી દીધી છે. કોરોનાના સંક્રમણને રોકવા રાજ્ય સરકારે કઠોર નિર્ણય લીધો છે, પરંતુ જેમને તાકીદનું કામ હોય તેના માટે ઓનલાઈન સેવાનો પર્યાય સૂચવવામાં આવ્યો છે. જે કોઈ વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરાવ્યાને 48 કલાક જ થયા હોય અને રિપોર્ટ નેગેટિવ હોવ તેવી વ્યક્તિને અપવાદ રૂપ પરિસ્થિતિમાં પાલિકામાં પ્રવેશ પર રોક નથી.
મહાનગર પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ બીજા વિભાગના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરસીંગ દ્વારા મિટિંગનું આયોજન કરી શકે છે. પાલિકાના મુખ્ય કાર્યાલયમાં આવતી ટપાલને પણ કાર્યાલયની બહાર જ સ્વીકારવામાં આવે તેવી જોગવાઈ કરવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે.
મુંબઈના સ્થાને કદાચ હવે આ જગ્યાએ IPL રમાશે, કોરોનાને કારણે પરિસ્થિતિ બદલાઈ…
એ સિવાય પાલિકાના દરેકે દરેક કર્મચારીઓએ વહેલામાં વહેલી તકે રસી લઈ લેવી તેવો નિર્દેશ પણ કર્યો છે.
