News Continuous Bureau | Mumbai
BMC Bulldozer :મહારાષ્ટ્રમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. આવી સ્થિતિમાં મુંબઈમાં ચૂંટણી આવતાં જ ગેરકાયદેસર બિલ્ડરો એક્ટિવ થઈ જાય છે. કારણ કે ચૂંટણી સમયે મહાનગરપાલિકા ના મોટાભાગના અધિકારીઓ ચૂંટણીમાં વ્યસ્ત થઈ જાય છે. અને આ ગેરકાયદે બિલ્ડરો તેનો ફાયદો ઉઠાવે છે. આવી જ એક ઘટના મલાડ પી નોર્થ ડિવિઝનમાં બની હતી જ્યાં માર્વે બીચ નજીક ટી જંકશન પાસે 2 દિવસમાં અનેક ગેરકાયદેસર બાંધકામ બનાવવામાં આવી હતી.
BMC Bulldozer : પાલિકાએ ગેરકાયદેસર બાંધકામ ધ્વસ્ત કરી દીધા
આવા ગેરકાયદેસર બિલ્ડરોને પાઠ ભણાવવા માટે, BMC P ઉત્તર વિભાગે ચૂંટણીમાં વ્યસ્ત હોવા છતાં આ ગેરકાયદેસર બાંધકામ ધ્વસ્ત કરી દીધા. સાથે ચેતવણી આપી છે કે હવે ફરી આવું ન થવું જોઈએ. BMC PWD વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર વિજય માંકરે જણાવ્યું કે, તેમને આ ગેરકાયદે બાંધકામની માહિતી મળતા જ તેમણે તેને તોડી પાડવાની જવાબદારી સબ એન્જિનિયર કુબેર શિંદે અને પ્રવીણ મુલ્કને આપી હતી. બંને અધિકારીઓ ગુરુવારે સવારે 1, 2 નહીં, પરંતુ 3 બુલડોઝર સાથે પહોંચ્યા હતા અને સમગ્ર ગેરકાયદેસર બાંધકામને જમીનદોસ્ત કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics : અખિલેશે માંગી 12 બેઠકો તો કોંગ્રેસમાં નાના પટોલેને સીએમ ચહેરો બનાવવાની ઉઠી માંગ … શું આજે MVAમાં બેઠક વહેંચણી પર વાત બનશે?
BMC Bulldozer : મહાનગરપાલિકાના કાયદાકીય કામમાં પૈસા અને સમય બંને વેડફાય છે..
વધુમાં પી નોર્થ વોર્ડમાં બિલ્ડિંગ ફેક્ટરી વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાગર રાણેએ જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન જમીન માફિયાઓ અને ગેરકાયદેસર બિલ્ડરો સક્રિય થઈ જાય છે અને મોટા પાયે ગેરકાયદે બાંધકામ કરે છે. ચૂંટણી પછી, જ્યારે BMC તેમને નોટિસ આપે છે, ત્યારે તેઓ કોર્ટમાં જાય છે. જ્યાં તેમને સ્ટે મળે છે, જેના કારણે મહાનગરપાલિકાના કાયદાકીય કામમાં પૈસા અને સમય બંને વેડફાય છે. આથી અમે આ વખતે નિર્ણય લીધો છે કે અમારા અધિકારીઓ ચૂંટણીમાં ગમે તેટલા વ્યસ્ત હોય જો તેમના વોર્ડમાં કોઈ ગેરકાયદેસર બાંધકામ થશે.. ખાસ કરીને મઢ, અક્સા બીચ, માર્વે બીચ જ્યાં ખુલ્લી જમીન છે. તો અમે તેને તોડી પાડીશું. એટલું જ નહીં તમામ ગેરકાયદેસર બાંધકામ કરનારાઓની ધરપકડ પણ કરવામાં આવશે