183
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 જુલાઈ, 2021
બુધવાર
સરકારી માલિકીની જમીન પર અતિક્રમણ કરનારા માથાભેર માફિયાઓનું આવી બનશે. મુંબઈ મહાનગરપાલિકાએ ગેરકાયદે બાંધકામ સામે જોરદાર કાર્યવાહી હાથ ધરી છે. એમાં મલાડમાં લાંબા સમયથી ગેરકાયદે બાંધકામની ફરિયાદ આવી રહી હતી, પરંતુ એની સામે સતત દુર્લક્ષ કરવામાં આવી રહ્યું હોવાથી છેવટે પાલિકાના આસિસ્ટન્ટ કમિશનરની બદલી કરી નાખવામાં આવી હતી. નવા નિમાયેલા આસિસ્ટન્ટ કમિશનર મુકુંદ દગડખૈરે ગેરકાયદે બાંધકામ સામે જોરદાર કાર્યવાહી ચાલુ કરી દીધી છે. જેમાં મલાડ-પી-નૉર્થ વૉર્ડમાં અતિક્રમણનું લાંબું લિસ્ટ બનાવ્યા બાદ પાલિકાએ કાર્યવાહી ચાલુ કરી દીધી છે.
એક જ અઠવાડિયામાં 36 ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યાં છે. મુખ્યત્વે મલાડ, માર્વે, પટેલ વાડી, આકક્ષા, ધરોલી અને માલવણી ગામનો સમાવેશ થાય છે.
You Might Be Interested In