Site icon

મુંબઈ મહાનગરપાલિકાની બેદરકારીને પગલે વિદેશથી વેક્સિન ખરીદવાના ગ્લોબલ ટેન્ડરનું સુરસુરિયું? BMCને વેક્સિન આપવાની તૈયારી દર્શાવનારા તમામ ડિસ્ટ્રિબ્યુટર્સ ગેરલાયક ઠર્યા; જાણો વધુ વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 5  જૂન 2021

Join Our WhatsApp Community

શનિવાર

દેશમાં વેક્સિનની અછત સામે વિદેશથી સીધી એક કરોડ વેક્સિન ખરીદવાના મુંબઈ મહાનગરપાલિકાનાં સપનાં પર પાણી ફરી મળ્યું છે. BMCએ વેક્સિન ખરીદવા માટે ગ્લોબલ ટેન્ડર બહાર પાડ્યાં હતાં. જેમાં કુલ દસ ડિસ્ટ્રિબ્યુટર્સ આગળ આવ્યા હતા. એમાંથી એકે પહેલા જ પીછેહટ કરી હતી, તો નવ ડિસ્ટ્રિબ્યુટર્સ પહેલી જૂન સુધી પાલિકાને આવશ્યક દસ્તાવેજો પૂરા પાડવામાં નિષ્ફળ ગયા હતા. એથી પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે તમામ નવ ડિસ્ટ્રિબ્યુટર્સને ગેરલાયક ઠરાવીને ટેન્ડર રદ કરી દીધું હતું.

જોકે પાલિકા હજી પણ વેક્સિન મેળવવા માટે આશાવાદી હોવાનું BMC ઍડિશનલ કમિશનરે જણાવ્યું હતું. તેમના કહેવા મુજબ રશિયાની સ્પુતનિક વેક્સિનના ડિસ્ટ્રિબ્યુટર ડૉ. રેડ્ડીઝ લૅબોરેટરી સાથે ચર્ચા ચાલી રહી છે. જૂનના અંત સુધીમાં તેમની પાસેથી ટ્રાયલ બેસિસ પર વેક્સિન મળવાની શક્યતા છે. ત્યાર બાદ પણ બધું વ્યવસ્થિત રહ્યું તો જુલાઈ અને ઑગસ્ટ 2021 સુધીમાં સ્પુતનિક વેક્સિનનો ડોઝ મળશે. જોકે એ અગાઉ સ્પુતનિક વેક્સિનને સંગ્રહ કરવા માટેના માપદંડ અલગ હોવાથી એનો અભ્યાસ કરવામાં આવવાનો છે.

હવે “નો ફોટો ઍટ વેક્સિનેશન સેન્ટર”; મુંબઈ મહાનગરપાલિકાએ પૉલિટિક્સનો અંત આણવા નવો કાયદો બહાર પાડ્યો, જાણો અહીં વિગત

ગ્લોબ્લ સ્તરે ટેન્ડર બહાર પાડીને વેક્સિન ખરીદવાની યોજના પડી ભાંગી છે, એ માટે પાલિકા પ્રશાસનના અધિકારીઓ જવાબદાર છે. પાલિકાએ ડિસ્ટ્રિબ્યુટરોને બદલે વેક્સિનનું ઉત્પાદન કરનારી રશિયન કંપની સાથે પહેલાં જ સંપર્ક કરી લીધો હોત તો આટલી ફજેતી ના થઈ હોત એવો દાવો  નિષ્ણાતો દ્વારા થઈ રહ્યો છે.

Mumbai Metro 3: દક્ષિણ મુંબઈમાં મોટી બેદરકારી: બોરવેલના ડ્રિલિંગમાં મેટ્રોની અંડરગ્રાઉન્ડ ટનલ થઈ પંચર
Mahim Dumper Accident: માહિમમાં પાલિકાના કચરાના ડમ્પરે વૃદ્ધાને અડફેટે લીધા: ગંભીર અકસ્માતથી રહીશોમાં ભારે રોષ, ડ્રાઈવરની બેદરકારી આવી સામે
ONGC Theft Gang: મુંબઈના દરિયામાં ONGC પ્લેટફોર્મ પર ચોરી કરતી ગેંગ ઝડપાઈ: ₹૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત, માછીમારીના બહાને કરતા હતા લૂંટ
Mumbai Airport Drugs Seizure: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો: ₹૬૪ કરોડનું ‘હાઈડ્રોપોનિક વીડ’ જપ્ત, વિદેશી નાગરિક સહિત ૪ની ધરપકડ
Exit mobile version