ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના દર્દીઓના આંકડામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
શહેરમાં ત્રીજી લહેર ઓસરતાંની સાથે, BMCએ રેલવે સ્ટેશનો અને બીચ જેવા અન્ય જાહેર સ્થળો પર માસ ટેસ્ટિંગ બંધ કરી દીધું છે.
જાન્યુઆરીની શરૂઆતમાં દૈનિક 70,000 કોવિડ ટેસ્ટ થતા હતા, જે હવે છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડીને 20,000 સુધી કરવામાં આવ્યા છે.
પરીક્ષણમાં ઘટાડો થવાનું બીજું કારણ છે કે ગયા મહિને કેન્દ્ર સરકાર માત્ર લક્ષણોવાળા લોકોનું પરીક્ષણ કરવાની સલાહ આપી હતી.
ઉલેખનીય છે કે માર્ચ 2020 માં રોગચાળો શરૂ થયો ત્યારથી, અત્યાર સુધીમાં 1.6 કરોડથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Leave a Reply