ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 20 ઓક્ટોબર, 2021.
બુધવાર.
કોરોના નિયંત્રણમાં આવવાની સાથે જ મહારાષ્ટ્ર સરકારે બ્રેક ધ ચેઈન હેઠળ તમામ પ્રકારની છૂટછાટ આપી દીધી છે. ધાર્મિક સ્થળ, સ્કૂલો, કોલેજ, દુકાનો, હોટલ ઓફિસોને પણ ખોલી દેવામાં આવી છે. ખાનગી ઓફિસમાં પણ હવે વર્ક ફ્રોમ હોમ બંધ કરીને લોકોને ઓફિસમાં બોલાવવા માંડયા છે. તેથી લોકોનું ઘરની બહાર નીકળવાનું વધવા માંડયુ છે, તેમ લોકો દ્વારા કોરોનાને લગતા નિયમોનું ઉલ્લંઘનના બનાવ પણ વધવા માંડયા છે. લોકોએ માસ્ક પહેરવાનું બંધ કરી દીધું છે, તેને કારણે આવા લોકો પાસેથી દંડ વસૂલવાનું પ્રમાણ પણ વધી ગયું છે. તેમાં પણ જે વિસ્તારોમાં ઓફિસો વધુ આવેલી છે, તેવા વિસ્તારમાં માસ્ક વગરના લોકોનું પ્રમાણ વધારે જણાયુ છે. પાલિકાએ આપેલા આંકડા મુજબ માસ્ક વગરના સૌથી વધુ કે-વેસ્ટ વોર્ડઅંધેરીમાં પકડયા છે. મંગળવારે 19 ઓક્ટોબરના આ વિસ્તારમાંથી 710 માસ્ક વગરના લોકોને પકડીને તેમની પાસેથી 1,42,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. બીજા નંબરે દક્ષિણ મુંબઈના એ-વોર્ડના કોલાબા-ફોર્ટ વિસ્તારનો સમાવેશ થાય છે. મંગળવારના દિવસ દરમિયાન અહીંથી 450 લોકોને પકડી તેમની પાસેથી 90,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
હવે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના આ વરિષ્ઠ નેતા પર લાગ્યો જમીનના કૌભાંડનો આરોપ; જાણો વિગત
કોરોનાને પગલે ગયા વર્ષથી મુંબઈમાં માસ્ક વગરના લોકો પાસેથી 200 રૂપિયાનો દંડ વસૂલ કરવા માટે પાલિકાએ ક્લીન-અપ માર્શલ્સ તહેનાત કર્યા છે. છેલ્લા દોઢ વર્ષમાં માસ્ક વગરના લોકો પાસેથી અત્યાર સુધી 76,71,84,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.