ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
04 સપ્ટેમ્બર 2020
મુંબઈગરાઓ હજી પણ સુધરી જાવ. માસ્ક વગર ફરવું દંડાત્મકટ તો છે જ પરંતુ તમારી તબીયત માટે પણ હાનિકારક છે. હાલ ચારે બાજુ કોરોના નું સંક્રમણ ફેલાયેલું છે. એવા સમયે મોઢા પર માસ્ક વગર ફરનારા લોકોને સબક શીખવાડવા ભારે દંડ કરવામાં આવી રહ્યો છે સરકારે અનલોક અગેઇન અંતર્ગત ઘર બહાર નીકળવાની છૂટ આપી છે. પરંતુ મોઢે માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. આમ છતાં લોકો ઉપરોક્ત નિયમને ગંભીરતાથી લેતા નથી. આવા લોકો પાસેથી સરકાર દ્વારા દંડ વસૂલવામાં આવ્યો છે. કોરોનાવાયરસ મહામારીમાં એપ્રિલ થી લઈને ઓગસ્ટ એટલે કે પાછલાં પાંચ મહિના દરમિયાન માસ્ક ન પહેરનારા 2798 નાગરિકો પાસેથી મનપાયે કાર્યવાહી કરી કુલ 27,48,700 રૂપિયા નો દંડ વસૂલ્યો છે. આ સિવાય વ્યવસ્થિત રીતે નાક અને મોડું ઢંકાય એ રીતે માસ્ક ન પહેરનારા લોકોને દંડ નહોતો કરવામાં આવ્યો. પરંતુ સમજાવીને છોડી દેવામાં આવ્યા હતા. એવા લોકોની સંખ્યા પણ 9954 સુધી પહોંચી છે…
નોંધનીય છે કે એક સમયે દેશભરમાં મુંબઈ નું નામ સૌથી વધુ કોરોના ગ્રસ્ત શહેરમાં નોંધાયું હતું. આથી જ ડબ્લ્યુએચઓ અને સરકારની મેડિકલ ગાઇડલાઇન મુજબ મોઢે માસ્ક પહેરવું અને સોશ્યલ ડિસ્ટનસિંગ જાળવવું ફરજિયાત કરવામાં આવ્યું હતું. આમ છતાં લોકો આ નિયમને ગંભીરતાથી લેતા નથી. આથી જ પ્રશાસને આવા લોકો સામે સખત વલણ અપનાવી દંડ વસુલવાની કામગીરી હજુ પણ ચાલુ રાખી છે . જે આગામી દિવસોમાં પણ ચાલુ જ રહેશે…