News Continuous Bureau | Mumbai
Bhushan Gagrani BMC મુંબઈ મહાનગર પાલિકાના કમિશનર ભૂષણ ગગરાણી ઉત્તર મુંબઈની મુલાકાતે આવ્યા હતા ત્યારે પાલિકાના આરોગ્ય વિભાગમાં મોટી હલચલ જોવા મળી હતી. ઉત્તર મુંબઈમાં આવેલી અનેક હોસ્પીટલોમાં એકસાથે સફાઈ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. ઉત્તર મુંબઈ ખાતેની ડૉ. બાબાસાહેબ આંબેડકર હોસ્પિટલ, સાવિત્રીબાઈ ફૂલે હોસ્પિટલ, મોહન વામન દેસાઈ હોસ્પિટલ તેમજ અન્ય ઠેકાણે સફાઈ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : GMLR Project Mumbai: ગોરેગાંવ-મુલુંડ જોડાણ માર્ગ અને કોસ્ટલ રોડ પ્રોજેક્ટના કામને ગતિ આપવા મ્યુનિસિપલ કમિશનરના નિર્દેશો
ઉલ્લેખનિય છે કે ભૂષણ ગગરાણી ઉત્તર મુંબઈના ગોરેગામ, મલાડ અને કાંદીવલી તેમજ બોરીવલીની મુલાકેતે આવ્યા હતા. તેમજ આ દરમ્યાન તેમણે તમામ અધિકારીઓ સાથે સીધી વાત કરી હતી તેમજ રખડેલા કામો પર ધ્યાન આપવા ભાર મુક્યો હતો. આવા સમયે સ્થાનિક પાલીકા કચેરીએ અનેક સ્વાસ્થ્ય કેન્દ્રો પર સપાટો બોલાવીને સફાઈ ઝુંબેશ શરુ કરી હતી. જોકે આ સફાઈ કેટલા દિવસ રહે છે તે જોવુ રહ્યું