Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈનું અગ્નિ તાંડવ : ઘોડા ભાગી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ. પાલિકા કમિશનરે આ આદેશ આપ્યા.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

કરી રોડ રેલવે સ્ટેશન પાસે આવેલા ગ્રાઉન્ડ પ્લસ 60 માળાના વન અવિધ્ન પાર્કની આગની દુર્ઘટનામાં 30 વર્ષનો સિક્યૉરિટી ગાર્ડનો ભોગ લેવાયો હતો. 19મા માળે લાગેલી આગ ઉપરના પાંચ માળા સુધી ફેલાઈ ગઈ હતી. સદનસીબે આગમાં લગભગ 26 જેટલા રહેવાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. આગની ભીષણ દુર્ઘટના બાદ પાલિકા કમિશનર ઇકબાલ સિંહે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે પૂરા બનાવનો અહેવાલ લીધો હતો. તેમ જ આ બિલ્ડિંગનું ફાયર ઑડિટ થયું હતું કે નહીં એની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. તેમ જ ફાયર સેફટી સિસ્ટમ બરોબર કામ કરતી ન હોવાનો આરોપ થઈ રહ્યો છે. એથી આ સિસ્ટમ પણ બરોબર કામ કરતી હતી કે નહીં? એની પણ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. બિલ્ડિંગના રહેવાસીઓએ તેમને બે વર્ષથી પાણી મળતું ન હોવાની ફરિયાદ કરી હતી. એથી આ ઇમારતને ઑક્યુપેશન સર્ટિફિકેટ મળ્યું હતું કે નહીં એની પણ  તપાસ કરવાનો આદેશ કમિશનરે આપ્યો હતો. પૂરા પ્રકરણની તપાસમાં દોષી સામે આકરાં પગલાં લેવામાં આવશે એવું પણ તેમણે કહ્યું હતું. 

બીએમસી નું બુલડોઝર ચાલ્યું દેધનાધન : ગોરેગાવ – મુલુંડ લીંકરોડ પરની અડચણ દૂર થઈ.

Mumbai Police Massive Drug Bust મુંબઈમાં ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસની મેગા સ્ટ્રાઇક ૧૩૦થી વધુ આરોપીઓની ધરપકડ, ₹૧૫.૮૭ કરોડનો નશીલો પદાર્થ જપ્ત
Freeway Pillar Framework Collapse ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર કોપરી બ્રિજ નજીક મોટી દુર્ઘટના એલિવેટેડ ફ્રીવેના પિલરનું લોખંડી ફ્રેમવર્ક ચાલતી કેબ પર તૂટી પડ્યું, બે લોકો ઇજાગ્રસ્ત
Ajay Devgn Juhu Bungalow BMC Action અજય દેવગનના જુહુ સ્થિત બંગલા પર બીએમસીનો હથોડો અનધિકૃત બાંધકામ તોડી પાડ્યું, સ્પા અને સલૂન શરૂ કરવા સામે સોસાયટીનો વિરોધ
Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Exit mobile version