ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 નવેમ્બર 2021
શનિવાર.
મુંબઈમાં કોરોના નિયંત્રણમાં લાવ્યા બાદ કોવિડ-19ના વેક્સિનેશનને લઈને મુંબઈ મહાનગરપાલિકા એક પછી એક રેકોર્ડ પ્રસ્થાપિત કરી રહી છે. 13 નવેમ્બર 2021ના સવાર સુધીમાં મુંબઈમાં 92,36, 500 લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં પાલિકાને સફળતા મળી છે. મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત વેક્સિનેશન સેન્ટરની સાથે જ સરકારી અને ખાનગી હોસ્પિટલ તથા કોવિડ સેન્ટરોની જહેમત બાદ આ આંકડો પાર કરવામાં મુંબઈને સફળતા મળી છે.
મુંબઈમાં પહેલો અને બીજો મળીને અત્યાર સુધી કુલ દોઢ કરોડ વેક્સિન 10 નવેમ્બર 2021 સુધી આપવામાં આવ્યાઆવી છે. ત્યારબાદ હવે પહેલો ડોઝ આપવાનું લક્ષ્ય પાર પાડવામાં પાલિકાને સફળતા મળી છે.
લોકસંખ્યાને ધ્યાનમાં રાખીને અને પાત્રતા ધરાવતા નાગરિકોને ધ્યાનમાં રાખીને મુંબઈમાં વેક્સિનેશન ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી. તે મુજબ મુંબઈમાં 92,36,500 પાત્રતા ધરાવતા લોકોને વેક્સિનના બંને ડોઝ આપવાના છે. તેમાંથી આજે બપોરના 12 વાગ્યા સુધી 92, 39,902 નાગરિકોએ વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો હોવાનું કોવિન એપ પર જણાઈ આવ્યું હતું. એટલે કે જે લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, તે 100 ટકા પૂરો થયો હોવાનો પાલિકાએ દાવો કર્યો હતો.
મુંબઈમાં પાણી પુરવઠાને લઈને લોકોમાં નારાજગી, આ વોર્ડમાં પાણીકાપ; જાણો શું છે કારણ
આજે બપોરના 12 વાગ્યા સુધીમાં 59,83,452 મુંબઈગરાએ વેક્સિનનો બીજો ડોઝ લઈ લીધો હતો. બીજો ડોઝ લેવાનો લક્ષ્યાંક પણ બહુ જલદી પૂરો કરવાનો નિર્ધાર પાલિકાએ રાખ્યો છે.