ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
11 ડિસેમ્બર 2020
ચોમાસુ ગયું પણ રસ્તા ના ખાડા જેમના તેમ છે. મુંબઈ મહાનગરપાલિકા દર વર્ષે રસ્તા પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરતી હોય છે. ભૂતકાળમાં રસ્તા ના નામે અબજો રૂપિયાના ગોટાળા થયા ના આરોપો પર લાગતા આવ્યા છે. હવે આ આરોપોના બોલતા પુરાવા દ્રશ્યમાન થઈ રહ્યા છે. આખા ઉત્તર મુંબઈમાં એટલે કે ગોરેગામ થી શરૂ કરીને દહીસર સુધી ઠેક ઠેકાણે ખાડાઓ જોવા મળી રહ્યા છે. તમામ પ્રમુખ ચાર રસ્તાઓ, મુખ્ય રસ્તાઓ તેમજ મહત્વપૂર્ણ વ્યવસાયિક ઇમારતો પાસે રસ્તા ખસ્તાહાલ છે. સવાલ એ ઉભો થાય છે કે સામાન્ય માણસને 24 કલાક તકલીફ આપનાર આ ખાડાઓ સરકાર કે પ્રશાસનિક અધિકારીઓ દેખાતા જ નથી. વારંવાર ફરિયાદો થાય છે અને રીપેરીંગ ના નામે મહાનગરપાલિકા થીગડાં મારે છે જે થોડા સમય પછી ફરી એક વખત જૂની સમસ્યા બનીને સામે આવે છે. એક તરફ મુંબઈ શહેરમાં અત્યારે મુંબઈ મેટ્રો નું કામ પુરજોર માં શરૂ છે. ત્યારે બીજી ટ્રેન બંધ હોવાને કારણે લોકો રસ્તા પર થી સફર કરવા માટે મજબૂર છે.
આ પરિસ્થિતિમાં માર્ગ અકસ્માત થઈ પડે છે. જોકે આની માટે કદી મુંબઈ મહાનગરપાલિકાના જવાબદાર ઠેરવવામાં આવતી નથી. જ્યારે કે હકીકત એ છે કે આ બદહાલી જવાબદારી મહાનગર પાલિકાના માથે જ છે.
મલાડ –
મલાડ પશ્ચિમ માં સબ વે પાસે આરટીઓની પોલીસ ચોકી પાસે એક ખતરનાક ખાડો અકસ્માતની રાહ જોતો ઊભો છે. અહીં સરકારી યુટીલીટી ના ઢાંકણા ની ઉપર નટ બોલ્ટ તેમજ ખૂણેથી લોખંડના પતરા અને સળિયા રસ્તાની બહાર આવી ગયા છે. આવનાર અને જતા તમામ વાહન ના પૈડા ને તે ડૅમેજ કરે છે તેમજ બે ચાકી વાહન માટે તે યમરાજ સમાન છે. આ સંદર્ભે ભાવેશ છેડા દ્વારા મહાનગરપાલિકાને લખાણમાં ફરિયાદ કરવામાં આવી અને ત્યારબાદ અનેક મહિનાઓ પછી આ સમસ્યા દૂર થઈ. પરંતુ પૂર્ણ રીતે નહીં કારણકે તે યુટીલિટી ના ઢાકડા ની આસપાસ રહેલા ખાડાઓ જેમના તેમ છે.
મલાડ એસવી રોડ ની તો વાત જ શી કરવી? અહીં રસ્તાની બદ્હાલી નજરે પડે છે. એસવી રોડ પર ઝકરીયા રોડ જંકશન પાસે ખાડાઓ મોટા પ્રમાણમાં છે જે આજદિવસ સુધી રીપેર થયા નથી.
મલાડ પશ્ચિમ મા એસવી રોડ પર કૃષ્ણ કુંજ પાસે સડકના કિનારે આવેલા ગટરના તમામે તમામ ઢાંકણા તૂટી ગયા છે. પરંતુ આજ દિવસ સુધી તેને રિપેર કરવામાં આવ્યા નથી.
બોરીવલી. –
બોરિવલી રેલ્વે સ્ટેશન રોડ પાસે કોઈ એક યુટીલીટી નું કામ પતી ગયા બાદ રસ્તાને રીપેર કર્યા વગર માત્ર માટી ભરી દીધી છે. જેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે
બીજી તરફ મોક્ષ પ્લાઝા પાસે રસ્તાની વચ્ચોવચ ગટરનું ઢાંકણું તૂટી ગયું છે પરંતુ આજ દિવસ સુધી મુંબઈ મહાનગરપાલિકા અને તેને રિપેર કરવાની ફુરસદ મળી નથી.
બોરીવલી પશ્ચિમમાં એસપી રોડ પર વિજય સેલ્સ પાસે ગટરનું ઢાંકણું તૂટી ગયું છે જે છેલ્લાં અનેક અઠવાડિયાથી રીપેરીંગ ની રાહ જોઈ રહ્યું છે.
ગોરેગામ —
ગોરે ગામમાં એસવી રોડ પર મદીના મંઝિલ બિલ્ડીંગ પાસે રસ્તા પર પેવર બ્લોક તેમજ સિમેન્ટ ના રસ્તા તૂટી ગયા છે.
ગોરેગામ પૂર્વમાં સાંઈ માર્ગ પર મુંબઈ મહાનગરપાલિકાના રસ્તા પર ગટરની ઉપર રહેલો સ્લેબ ટુટી ગયો છે. અહીં કોઈપણ વાહન નું ખાડામાં ભરાઈને અકસ્માત સર્જી શકે છે.
દહીસર –
દહીસર પૂર્વમાં મરાઠા કોલોની રોડ પર ડોમિનોઝ ની પાસે મહાનગરપાલિકાના ગટરનું ઢાંકણું તૂટી ગયું છે. જેને રીપેર કરવાની પાલિકા પાસે હાલ ફુરસદ નથી.