ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ , 24 એપ્રિલ 2021.
શનિવાર .
મુંબઈ મહાનગર પાલિકાના કમિશ્નરે કોરોના દર્દીને સારવાર અર્થે એક નવો નિયમ બનાવ્યો છે. જેના અંતર્ગત રવિવારથી દરેક કોરોના લાક્ષણિક દર્દીઓએ બીએમસી ડૉક્ટર દ્વારા તેમનું મેડિકલ ચેકઅપ કરાવવું પડશે.

બીએમસી ડૉક્ટર દર્દીના ઘરે જઈને તેમને તપાસશે. દર્દીના ઘર અને ડૉક્ટર વચ્ચેનું સંકલન તે વિસ્તારના વોર્ડ વોર રૂમ મારફત થશે. દરેક વોર્ડમા તબીબી તપાસ માટે 10 વિશેષજ્ઞોની ટિમ સાથે એક એમ્બ્યુલન્સની સુવિધા આપવામાં આવશે. કોરોના દર્દીઓની તબીબ તપાસ બાદ તે દર્દીઓની જરૂરિયાત અને મેડિકલ કંડિશનના આધારે તેમને હોસ્પિટલમાં બેડ ફાળવવામાં આવશે.
કોવિડ દર્દીઓની વધતી સંખ્યાના પગલે દર્દીઓને હોસ્પિટલમાં બેડ મેળવવા માટે ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે. એ રિપોર્ટના આધારે, શુક્રવારે બીએમસી કમિશ્નરે એક ખાસ મિટિંગ યોજી હતી. જેમાં કોરોના દર્દીઓને બેડ માટે અસરકારક વ્યવસ્થાપન કરવાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.
હાઇવે પર થઈ ઓક્સીજન ટેન્કર મુદ્દે જિલ્લાના પોલીસ વચ્ચે જીભાજોડી…
સૂત્રોના જણાવ્યા અનુસાર , બીએમસી ડૉક્ટર દર્દીના ઘરે સવારે 7 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધીના સમયમાં તપાસ આર્થર જશે. પરંતુ જો કોઈ દર્દીને રાતે 11 થી સવારે 7 વાગ્યા સુધી તપાસની જરૂર પડે તો તેમણે જમ્બો કોવિડ સેન્ટરમાં જવું પડશે. તેના એમ્બ્યુલન્સની વ્યસ્થા બીએમસી દ્વારા કરવામાં આવશે.