News Continuous Bureau | Mumbai
Asha Deepak Kale મુંબઈ મહાનગરપાલિકા (BMC) ચૂંટણીના આજે જાહેર થઈ રહેલા પરિણામોમાં કોંગ્રેસ માટે સારા સમાચાર આવ્યા છે. ધારાવીના વોર્ડ નંબર 183 માંથી કોંગ્રેસના મહિલા ઉમેદવાર આશા દીપક કાલે એ જીત હાંસલ કરી છે. BMC ચૂંટણી 2026 માં કોંગ્રેસ પક્ષ તરફથી આ પ્રથમ સત્તાવાર જીત છે. જીતની જાહેરાત થતા જ ધારાવી વિસ્તારમાં કોંગ્રેસના સમર્થકોએ ગુલાલ ઉડાડીને અને ફટાકડા ફોડીને ઉત્સવ મનાવ્યો હતો. પોતાની જીત બાદ આશા કાલેએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે આ જીતને વ્યક્તિગત જીત ગણાવવાને બદલે પક્ષના કાર્યકરો અને નેતૃત્વની જીત ગણાવી હતી. આશા કાલેએ ખાસ કરીને મુંબઈ કોંગ્રેસના મોટા ચહેરા અને સાંસદ વર્ષા ગાયકવાડનો આભાર માન્યો હતો.
સાસંદ વર્ષા ગાયકવાડને આપ્યો જીતનો શ્રેય
જીત બાદ આશા દીપક કાલેએ જણાવ્યું કે, “આ જીત અમારા સાસંદ વર્ષા ગાયકવાડ અને ધારાસભ્ય જ્યોતિ ગાયકવાડ ના સમર્થનને કારણે મળી છે. તેમના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ અમે આ બેઠક જીતી શક્યા છીએ. આ માત્ર મારી જીત નથી, પરંતુ અમારા પક્ષના તમામ કાર્યકર્તાઓની મહેનતનું પરિણામ છે.” ધારાવી કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે અને આશા કાલેએ આ બેઠક જાળવી રાખીને પક્ષનો વિશ્વાસ જીત્યો છે.
વોર્ડ નંબર 183 માં રસાકસીનો જંગ
વોર્ડ નંબર 183 માં આશા કાલેનો મુકાબલો શિવસેના અને અન્ય પક્ષોના ઉમેદવારો સામે હતો. શરૂઆતથી જ તેઓ સરસાઈ જાળવી રહ્યા હતા અને અંતે તેમણે મોટા અંતરથી વિજય મેળવ્યો છે. મુંબઈની અન્ય બેઠકો પર જ્યારે ભાજપ અને શિવસેના (શિંદે જૂથ) આગળ ચાલી રહ્યા છે, ત્યારે ધારાવીની આ જીત કોંગ્રેસ માટે મનોબળ વધારનારી સાબિત થઈ છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Civic Election Results 2026: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ:ભાજપ મુંબઈનો નવો બોસ છે! બીએમસીમાં પહેલી વાર મળી બહુમતી
BMC માં કોંગ્રેસની વર્તમાન સ્થિતિ
તાજેતરના વલણો મુજબ, BMC ની 227 બેઠકોમાંથી કોંગ્રેસ અત્યાર સુધીમાં આશરે 11 થી 13 બેઠકો પર આગળ ચાલી રહી છે. ભાજપ અને શિંદે જૂથની ‘મહાયુતિ’ બહુમતીના આંકડા તરફ આગળ વધી રહી છે, ત્યારે કોંગ્રેસ પોતાના જૂના ગઢ બચાવવા માટે મથામણ કરી રહી છે. આશા કાલેની આ જીત બાદ કોંગ્રેસના અન્ય ઉમેદવારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Join Our WhatsApp Community