Bmc Fd : મુંબઈ મહાનગરપાલિકાએ પાકતી મુદ્દત પહેલા FD તોડીને MMRDA ને 1000 કરોડ આપ્યા..

Bmc Fd : મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે MMRDA એ દ્વારા મુંબઈમાં મેટ્રો રેલ્વે (મુંબઈ મેટ્રો)નું કામ શરૂ કરવામાં આવ્યું છે. મુંબઈ મેટ્રો 3 પ્રોજેક્ટ સિવાય, અન્ય તમામ મેટ્રો રેલ કામ MMRDA કરી રહી છે. મેટ્રો રેલ સુવિધા મુંબઈવાસીઓ માટે છે અને મુંબઈકરોએ આ સેવા પર જે ખર્ચ કર્યો છે તેના 25 ટકા રકમ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા તરીકે મહાપાલિકા દ્વારા MMRDA ને ચૂકવવામાં આવશે.

by Bipin Mewada
Bmc Fd Mumbai Municipal Corporation broke FD before maturity and gave 1000 crores to MMRDA.

News Continuous Bureau | Mumbai

Bmc Fd : MMRDA એ મેટ્રો રેલ નેટવર્ક મુંબઈમાં બાંધવામાં આવી રહ્યું છે અને આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે કરવામાં આવેલા ખર્ચની ભરપાઈ હવે મુંબઈ મહાનગરપાલિકા પાસેથી માંગવામાં આવી છે. મુંબઈ મહાનગરપાલિકા MMRDA 5000 કરોડના નાણાકીય વળતરની માંગણી કરી છે. એમએમઆરડીએની આ માંગણી મહાપાલિકા પ્રશાસને સ્વીકારી લીધી છે અને તેમને તાત્કાલિક રૂ. 1,000 કરોડની નાણાકીય સહાય આપવામાં આવી છે. આ માટે મહાપાલિકાએ સમય પહેલા રૂ. 950 કરોડની એફડી તોડી નાખી અને આ રકમ એમએમઆરડીને ટ્રાન્સફર કરી દીધા છે. આથી ગઈકાલ સુધી મહાનગરપાલિકાના આ નાણાં અન્ય કામો પાછળ ખર્ચવામાં આવતા હતા, પરંતુ હવે એમ.એમ.આર.ડી. એ. ના કામોનો ખર્ચ પણ મહાનગરપાલિકા ઉપાડવાની છે. તેથી જો આ રીતે નાણાંની વહેચણી થશે તો હવે કર્મચારીઓને ડર સતાવી રહ્યો છે કે મહાનગરપાલિકા પાસે અન્ય પ્રોજેકટ માટે ખર્ચ, તેમજ સ્ટાફને પગાર અને કર્મચારીઓને પેન્શન ચૂકવવા માટે પણ પૈસા નહીં બચે. 

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે MMRDA એ દ્વારા મુંબઈમાં મેટ્રો રેલ્વે (મુંબઈ મેટ્રો)નું કામ શરૂ કરવામાં આવ્યું છે. મુંબઈ મેટ્રો 3 પ્રોજેક્ટ સિવાય, અન્ય તમામ મેટ્રો રેલ કામ MMRDA કરી રહી છે. મેટ્રો રેલ (  Metro Rail ) સુવિધા મુંબઈવાસીઓ માટે છે અને મુંબઈકરોએ આ સેવા પર જે ખર્ચ કર્યો છે તેના 25 ટકા રકમ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા તરીકે મહાપાલિકા દ્વારા MMRDA ને ચૂકવવામાં આવશે. આ માટે MMRDA એ ગયા મહિને મહાનગરપાલિકાને પત્ર મોકલીને આશરે રૂ. 5 હજાર કરોડના નાણાકીય વળતરની ( financial compensation ) માંગણી કરી હતી. જેમાં મહાપાલિકાના દ્વારા એમએમઆરડીએને તાત્કાલિક રૂ. 1,000 કરોડ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને વહીવટકર્તાઓની સંમતિથી, આ રકમ શનિવારે ઓથોરિટીને ચૂકવવામાં આવી છે.

 મુંબઈની હદ બહારના કામો મહાનગરપાલિકા પર થોપવામાં આવી રહ્યા છે..

રસપ્રદ વાત એ છે કે, આ રકમ એમએમઆરડીએને ચૂકવવા માટે, મહાપાલિકા વહીવટીતંત્રે સમયમર્યાદા પહેલા જ રૂ. 950 કરોડની ફિક્સ ડિપોઝીટ ( Fixed Deposit ) તોડી નાખી હતી અને આ પૈસા એમએમઆરડીને આપ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, આ FDની રકમ મહાપાલિકા દ્વારા 7 માર્ચ, 2024ના રોજ બેંકમાં રાખવામાં આવી હતી અને આ એફડીની પાકતી મુદત 29 માર્ચ, 2025 હતી. જેમાં 7.93% ના દરે આશરે રૂ. 950 કરોડની આ FD MMRDA માટે મુદ્દત પહેલા તોડવામાં આવી હતી. જો કે હજી 4000 કરોડ રૂપિયા આપવાના બાકી છે. જો કે, આગામી બજેટમાં આ નાણાં ચૂકવવા માટે ભંડોળ ફાળવવામાં આવ્યું હોવાની માહિતી પણ મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Zomato Vegetarian Food Controversy: ઓર્ડર વેજ હોય ​​કે નોન વેજ, હવે તમામ રાઇડર્સ લાલ કપડાં પહેરશે, શા માટે Zomatoએ વેજ ફ્લીટ પર પોતાનો નિર્ણય બદલ્યો?

એમએમઆરડીએ દ્વારા હાલ પૂર્વ અને પશ્ચિમ એક્સપ્રેસવે પરના ખાડાઓ દૂર કરવા માટે આશરે રૂ. 250 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને હવે એક્સેસ કંટ્રોલના નામે આશરે રૂ. 1000 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત દહિસરથી ભાયંદર એલિવેટેડ રોડના કામ પર લગભગ 3 થી 3.5 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જે MMRDA દ્વારા કરવામાં આવ્યું ન હતું પરંતુ મહાનગરપાલિકાને આપવામાં આવ્યું હતું. તેથી મુંબઈની હદ બહારના કામો મહાનગરપાલિકા પર થોપવામાં આવી રહ્યા છે અને MMRDA દ્વારા મેટ્રો સેવા કામગીરી થતી હોવાથી મહાનગરપાલિકાની તિજોરીમાં પાંચ હજાર કરોડનો વેડફાટ થઈ રહ્યો છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More