ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 સપ્ટેમ્બર, 2021
બુધવાર
ભીના અને સૂકા કચરા પર પ્રક્રિયા કરવાનું મોટી હાઉસિંગ સોસાયટીઓ માટે ફરજિયાત કરવામાં આવ્યું છે. આવી 3,367 સોસાયટીમાંથી અત્યાર સુધી માત્ર 696 સોસાયટી પોતાના પરિસરમાં કચરા પર પ્રક્રિયા કરી રહી છે. તેથી નિયમોનું પાલન નહીં કરનારી 1,325 સોસાયટીઓ સામે દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે. તેમની પાસેથી 45 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
નિવાસી બિલ્ડિંગ માટે મુંબઈ મનપાએ લીધો આ નિર્ણય; જાણો વિગત
મુંબઈમાં 20,000 ચોરસ મીટર કરતા વધુ ક્ષેત્રફળ ધરાવતી તેમ જ દરરોજ 100 કિલો કરતા વધુ કચરાનું ઉત્પાદન કરનારી સોસાયટી અને હોટલોને સૂકા અને ભીના કચરાનું વર્ગીકરણ કરવાનું અને તેના પર પ્રક્રિયા કરવાનું ફરજિયાત છે. સોસાયટીના પરિસરમાં પ્રોજેક્ટ ઊભો કરવા માટે પાલિકાએ અનેક વખત મુદત વધારી આપી છે. છતાં સોસાયટી નિયમનું ઉલ્લંઘન કરી રહી છે. તેથી છેલ્લા 3-4 વર્ષમાં અનેક વખત સૂચના આપ્યા બાદ 1671 સોસાયટીએ પ્રોજેક્ટ ઊભો કર્યો નથી.