ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
19 ફેબ્રુઆરી 2021
મુંબઈ મહાનગરપાલિકાએ માસ્ક ન પહેરીને સાર્વજનિક જગ્યા પર નીકળી પડતા લોકો ને દંડિત કરવાનું અભિયાન શરૂ કર્યું છે. આ સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકાએ ડેટા પણ સાર્વજનિક કર્યો છે. પાલિકા પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર આખા ઉત્તર મુંબઈમાં કાંદીવલી વિસ્તારમાં માસ્ક ન પહેરવા બદલ સૌથી વધુ લોકો દંડાયા છે. કાંદિવલીમાં કુલ 75,500 લોકોને માસ્ક ન પહેરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. દંડ પેટે આ લોકો પાસેથી 1 કરોડ 44 લાખ રૂપિયા લેવામાં આવ્યા છે. ત્યારબાદ બોરીવલીના લોકો બેદરકાર છે અહીં 70 હજાર લોકો પાસેથી 1 કરોડ 40 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. જ્યારે કે દહીસર અને ગોરેગામ વિસ્તારમાં થી પ્રત્યેક વોર્ડમાં થી લગભગ 64 હજાર લોકો પાસેથી લગભગ એક કરોડ 31 લાખ રૂપિયા વસુલવામાં આવ્યા છે. આ મામલે મલાડ પણ કાંઈ પાછળ રહ્યું નથી અહીં 63 હજાર લોકો પાસેથી એક કરોડ 27 લાખ રૂપિયા દંડ લેવામાં આવ્યો છે.
આમ ઉત્તર મુંબઈમાં માસ્ક ન પહેરીને બહાર નીકળી પડતા લોકો એ દંડ પેટે લગભગ સાત કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં જમા કરાવ્યા છે.
આ આંકડા એપ્રિલ મહિનાથી શરૂ કરીને આજ દિવસ સુધી ના છે.
