ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,20 જાન્યુઆરી 2022
ગુરુવાર.
દર ચોમાસામાં પ્રભાદેવી, વરલી, હાજી અલી વિસ્તારમાં ચોમાસામાં વરસાદના પાણી ભરાતા હોય છે. તેથી સ્થાનિક નાગરિકોને ભારે હેરાનગતીનો સામનો કરવો પડે છે. તેથી, પાલિકાએ પૂરના પાણીના નિકાલ માટે વરલીમાં લવગ્રોવ પમ્પિંગ સ્ટેશન બનાવી રહી છે. તે બ્રિમસ્ટોવાડ પ્રોજેક્ટ હેઠળ પ્રસ્તાવિત આઠ પમ્પિંગ સ્ટેશનોમાંનું એક છે.
જોકે વરલી ખાતેના લવગ્રોવ પમ્પિંગ સ્ટેશનના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા વિલંબ થઈ રહ્યો છે. તેથી પાલિકાએ સંબંધિત કોન્ટ્રાક્ટર પાસેથી પાંચ કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.
તો મુંબઈની સ્કૂલો 27 જાન્યુઆરીથી ખુલી જશે એવો BMC કમિશનરનો ઈશારો; જાણો વિગત
આ પ્રોજેક્ટનું કામ એક ખાનગી કંપની દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટરને 121.12 કરોડની રકમ ચૂકવવામાં આવી હતી. છતાં સંબંધિત કોન્ટ્રાક્ટર નિર્ધારિત સમયમાં પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયો છે. આથી ટેન્ડરની શરતો મુજબ પાલિકા પ્રશાસને કોન્ટ્રાક્ટર પાસેથી પાંચ કરોડ 45 લાખ રૂપિયનો દંડ વસૂલવાનું નક્કી કર્યું હતું.
 
			         
			         
                                                        