ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022
શુક્રવાર.
મુંબઈ જયાં નજર કરો ત્યાં હાઈરાઈઝ ઈમારતો જ જોવા મળે છે. હવે મુંબઈગરા જયાં નજર નાખશે ત્યાં તેમને જાહેરાત જ જોવા મળવાની છે. પાલિકાએ ડિજિટલ જાહેરાતો દ્વારા આવકમાં વધારો કરવાનો છે.
કોરોના દરમિયાન છેલ્લા બે વર્ષમાં મુંબઈ મહાનગરપાલિકાની તિજોરીને મોટો ફટકો પડયો છે. પોતાની મૂડી તેણે
કોરોનાને નિયંત્રણમાં લાવવા પાછળ ખર્ચી દીધી છે. તેની સામે લોકડાઉન અને કોરોના પ્રતિબંધક નિયમોને કારણે આવકને પણ મોટો ફટકો પડયો હતો.
આવક ઉભી કરવા મુંબઈના જકાત નાકાને લઈને BMCએ લીધો આ નિર્ણય, જાણો વિગત
તેથી પાલિકાએ અલગ અલગ સ્તરેથી નાણા ઊભા કરવાનો નિર્ણય લીધો છે. તે મુજબ 2022-23ના બજેટમાં મ્યુનિસિપલ કમિશનર ઈકબાલસિંહ ચહલે કહ્યું હતું કે ડિજિટલ એડવર્ટાઈઝિંગ મીડિયાને મંજૂરી આપીને કોર્પોરેશનની આવકમાં વધારાના સ્ત્રોતો શોધવામાં આવશે. તેથી હવે મુંબઈમાં ઠેર ઠેર ડિજિટ જાહેરખબરો જોવા મળવાની છે.