ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
02 માર્ચ 2021
મુંબઈ મહાનગરપાલિકા કામ નથી કરતી તેવા આરોપો દરેક જગ્યાએ થતા હોય છે. ત્યારે મુંબઇમાં એક વોર્ડ એવો છે જ્યાં મુંબઈ મહાનગરપાલિકાએ પુરા 18 કરોડ 50 લાખ રૂપિયાના વિકાસ કામો હાથ ધર્યા છે.
આ વોર્ડ હવે આખા મુંબઈ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. મુંબઈના ભાયખલ્લા વિસ્તારમાં આવેલા વોર્ડ ક્રમાંક 209 સૌથી વધુ પૈસા ખાટી ગયો છે. આ વોર્ડના નગરસેવક સ્થાયી સમિતિના અધ્યક્ષ યશવંત જાધવ છે. તેમ જ અહીંથી ભૂતકાળમાં તે વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા. જેથી હવે એવું લાગી રહ્યું છે કે શિવસેના શાસિત મહાનગરપાલિકા તેમના વોર્ડને પ્રાથમિકતા આપીને વિધાનસભામાં એક સીટ અંકે કરવા માંગતું હોય.
આ વોર્ડમાં નવ કરોડ રૃપિયા વિકાસ કામો પાછળ ખર્ચાયા છે, એક કરોડ રૂપિયા બેસવાની ખુરશીઓ માટે, ૫૦ લાખ રૂપિયા રોજગાર નિર્માણ માટે, એક કરોડ રૂપિયા બાથરૂમ સુધારવા માટે, એક કરોડ રૂપિયા કરોડની ગટર વ્યવસ્થા માટે, ૫૦ લાખ રૂપિયા ચોક અને રસ્તાના નામ ફલક માટે તેમજ લોકોને મફતમાં તાડપત્રી આપવી આવા કામો સામેલ છે.
હવે ભારતીય જનતા પાર્ટીએ આ સંદર્ભે અવાજ ઉઠાવ્યો છે.