ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ,12 એપ્રિલ 2021.
સોમવાર.
મહારાષ્ટ્ર રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન ના ભણકારા વાગે છે ત્યાં જ મુંબઈ મહાનગરપાલિકાએ કોરોના માટે નોડલ ઓફિસરોની નિયુક્તિ કરી છે. જ્યારે તેનો લાભ વહેલામાં વહેલી તકે મુંબઈગરાને મળશે. બૃહદ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા નિયુક્ત કરાયેલા નોડલ ઓફિસરોની કામગીરીની વિગત નીચે મુજબ છે.
1, નોડલ ઓફિસરોની નિયુક્તિ સચોટ અને સક્રિય ધોરણ પર કરવામાં આવી છે. રાત્રે અગિયાર વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી તેઓ તેમના 24 વોર્ડના વોર રૂમમાં અને જમ્બો ફિલ્ડ હોસ્પિટલ માં કાર્યરત રહેશે. તેઓ બે શિફ્ટમાં કામ કરશે બપોરે ત્રણ વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી અને રાત્રે અગિયાર વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી.
2, આ નોડલ ઓફિસરો વોર્ડ વૉર રૂમ અને 7 જમ્બો ફિલ્ડ હોસ્પિટલના સતત સંપર્કમાં રહેશે. કે જેથી જે પણ કોઈ દર્દીને અડધી રાત્રે ઇમર્જન્સીમાં હોસ્પિટલના બેડ ની જરૂરિયાત પડે તો તે વોર્ડના ઓફિસર જમ્બો ફિલ્ડ હોસ્પિટલ સુધી તે દર્દીને પહોંચાડી શકે.
3, જે કોઈપણ કોરોના પીડિત દર્દી વોર્ડ વૉર રૂમમાં હોસ્પિટલના બેડ માટે તત્કાલ ફોન કરશે તો તેમને તેમની પરિસ્થિતિને અનુરૂપ જમ્બો ફિલ્ડ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવશે. 4, જે કોઈપણ દર્દીનો કોરોના રીપોર્ટ આવ્યો ન હોય અથવા જેમની કોરોના ની ટેસ્ટ થઇ ન હોય, તે વ્યક્તિ કે જે બીમાર હોય તો તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં એડમિટ કરી તેમને ઑક્સિજન જેવી સારવાર પણ પૂરી પાડવામાં આવશે. ત્યારબાદ તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવશે.
5, મુંબઈ મહાનગરપાલિકાના કોરોના પોઝિટિવ દર્દીઓનું લિસ્ટ 24 કલાકની અંદર મળી જાય છે. ત્યારબાદ તે દર્દીઓને સવારે આઠ વાગ્યાથી વોર્ડ ફોર રૂમ તરફ થી જાણ કરવામાં આવે છે. નોડલ ઓફિસરઓ હવે એ બાબતનું ધ્યાન રાખશે કે કોવિડ પોઝિટિવ રિપોર્ટ આવ્યા પછી તે દર્દીને ૨૪ કલાકની અંદર હોસ્પિટલમાં બેડ મળે છે કે નહીં.
6,કોરોના નું પરીક્ષણ કરતી તમામ લેબોરેટરી અને જાણકારી આપી દેવામાં આવી છે કે સ્વેબ સેમ્પલ લીધેલા દર્દીઓને પ્રાધાન્ય આપીને તેમના રિપોર્ટ ૨૪ કલાકની અંદર જમા થઈ જવા જોઈએ.
7, જે ફોર કે ફાઈવ સ્ટાર હોટલને ક્વોરેન્ટાઇનટાઇન સેન્ટરમાં બદલવામાં આવી છે તેમણે પ્રાયોગિક ધોરણે કોવિડ કેર સેન્ટર ફોર પોઝિટિવ પેશન્ટની ગાઇડલાઇનને અનુસરીને તે પ્રમાણે દર્દીઓની દેખરેખ કરવી પડશે. તે હોટલોમાં ક્વોરનટાઇન દર્દીઓ સંપૂર્ણપણે તબીબની દેખરેખ હેઠળ હશે.
સોનૂ સુદ હવે પંજાબ નો એમ્બેસેડર.. હા ભાઈ માત્ર ભાજપ નહીં. કોંગ્રેસ નો પણ…
8, મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈ સ્થિત વિવિધ હોસ્પિટલોમાં બીજા 325 ICU બેડની વ્યવસ્થા કરી છે.
9, મુંબઈ મહાનગરપાલિકા આવતા સાત દિવસમાં કોવિડ પેશન્ટ માટે બીજા અગિયારસો બેડ તૈયાર કરશે. જેમાંથી 125 ICUના બેડ હશે.
10, આ ઉપરાંત આવતા પાંચ થી છ અઠવાડિયાની અંદર મુંબઈના ત્રણ અલગ અલગ વિસ્તારમાં મહારાષ્ટ્ર સરકાર ત્રણ મોટી જમ્બો ફિલ્ડ હોસ્પિટલ બાંધવાની તૈયારી કરી રહ્યા છે જેમાં 2000 બેડ સાથે 200 ICU બેડ હશે અને એમાં 70% ઓક્સિજન બેડ પણ હશે.