News Continuous Bureau | Mumbai
જુલાઈમાં કોરોનાની ચોથી લહેરની(fourth wave of Corona) શક્યતા વચ્ચે મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી કેસ(Covid cases) ફરી ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે મુંબઈ મહાગનગરપાલિકાએ(BMC) ફરી એક વખત કોરોના પ્રતિબંધક વેક્સિન(Corona vaccine) માટે ઝુંબેશ હાથ ધરી છે. “હર ઘર દસ્તક” (Har Ghar Dastak) ઝુંબેશ હેઠળ હવે પાલિકા 12થી 14 અને 15થી 17 વર્ષના બાળકોના વેક્સિનેશન(Vaccination of children) પર ભાર આપશે.
પહેલી જૂન 2022થી 31 જુલાઈ, 2022 સુધી “હર ઘર દસ્તક” ઝુંબેશ ચાલશે. જેમાં ઘરની નજીક કોવિડ વેક્સિનેશન સેન્ટર(Covid Vaccination Center) પર જઈને લોકો વેક્સિન લે તે માટે નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવવાનું છે. એ સિવાય વોર્ડ સ્તરે સ્કૂલ અને કોલેજમાં પણ સ્પેશિયલ વેક્સિનેશન કેમ્પ(special Vaccination Camp) યોજવામાં આવી રહ્યા છે. કોલેજ અને સ્કૂલ મેનેજમેન્ટ સાથે પાલિકાના અધિકારીઓ(Municipal officials) સમન્યવય સાધી રહ્યા છે.
અહી ઉલ્લેખનીય છે કે મુંબઈમાં 16 જાન્યુઆરી,2021થી કોવિડ વેક્સિનેશન ઝુબેશ ચાલુ કરવામાં આવી હતી, જેમાં 18 વર્ષથી ઉપરના તમામ પાત્ર નાગરિકોમાં પહેલો ડોઝ લેનારાનું પ્રમાણ 112 ટકા અને બીજો ડોઝ લેનારાનું પ્રમાણ 101 ટકા થઈ ગયું છે. તો 3 જાન્યુઆરી, 2022થી 15થી 17 વર્ષના નાગરિકોને તો 16 માર્ચ, 2022થી 12થી 14 વર્ષના લાભાર્થીઓને કોવિડ પ્રતિબંધાત્મક વેક્સિન આપવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : પરિસ્થિતિ ચિંતાજનક- મુંબઈમાં BMC કોરોનાના ટેસ્ટિંગની સંખ્યા આટલી વધારશે- જાણો વિગતે
હાલ પાલિકા અને સરકારી 107 સેન્ટરસ ખાનગી હોસ્પિટલ 125 એમ કુલ 232 કોવિડ વેક્સિનેશન સેન્ટર મુંબઈમાં હાલ ચાલી રહ્યા છે. તો 12થી 14વર્ષના લાભાર્થીઓનો પહેલો ડોઝનું પ્રમાણ 28 ટકા અને બીજા ડોઝનું પ્રમાણ 12 ટકા થયું છે. તો 15થી 17 વર્ષના લાભાર્થીઓમાં પહેલા ડોઝનું પ્રમાણ 57 ટકા અને બીજા ડોઝનું પ્રમાણ 45 ટકા થયું છે. એટલે કે 18 વર્ષથી ઉપરના લોકોની સરખાણીમાં 12થી 17 વર્ષના લોકોનું વેક્સિનેશન ઓછું છે. તેવામાં કોવિડની ચોથી લહેરની શક્યતાને જોતા પાલિકાએ “હર ઘર દસ્તક” ઝુંબેશ હાથ ધરી છે.