ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 નવેમ્બર 2021
ગુરુવાર.
મુંબઈમાં 100 લાભાર્થીઓ વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. 70 ટકા લાભાર્થીઓને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. હવે બુસ્ટર ડોઝ અને બાળકોના વેક્સિનેશનને લઈને મુંબઈ મહાનગરપાલિકા સજ્જ થઈ ગઈ છે. ફક્ત કેન્દ્ર સરકારની સૂચનાની રાહ જોવામાં આવી રહી હોવાનું પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.
કોરોનાને ફેલાતો રોકવા મુંબઈ સહિત દેશભરમાં 16 જાન્યુઆરી 2021થી વેક્સિનેશન ઝુંબેશ ચાલુ કરવામા આવી હતી. 16 જાન્યુઆરી 2022મા વેક્સિનેશન ઝુંબેશને એક વર્ષ પૂરું થશે. તેથી જેમને જાન્યુઆરીમાં વેક્સિન આપવામાં આવ્યા હતા, તેમને હવે એક વર્ષ પૂરું થશે. આ દરમિયાન લાંબા સમયથી એવું ચર્ચાઈ રહ્યું હતુ કે સિનિયર સિટિઝન અને જેમને આરોગ્યની સમસ્યા હોય એવા લોકોને ત્રીજો બુસ્ટર ડોઝ આપવામાં આવશે.
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનરની મળી ભાળ, અહીં છુપાયેલા છે પરમબીર સિંહ; જાણો વિગતે
કેન્દ્ર સરકારે બુસ્ટર ડોઝને લઈને હજી સુધી કોઈ જાહેરાત કરી નથી. પરંતુ પાલિકાએ ટાસ્ક ફોર્સ સાથે આ બાબતે ચર્ચા કરી રાખી છે. નાના બાળકોના વેક્સિનને લઈને પણ હજી સુધી સરકારે કોઈ જાહેરાત કરી નથી. નાના બાળકો પર હાલ નાયર હોસ્પિટલમાં ટ્રાયલ ચાલી રહી છે. અત્યાર સુધી 35 બાળકો પર સફળતાપૂર્વક ટ્રાયલ થઈ ચૂકી છે. ફક્ત કેન્દ્ર સરકારની મંજૂરી મળે તેની રાહ જોવાઈ રહી છે. સરકારનો આદેશ તેમ જ માર્ગદર્શક સૂચના આવવાની સાથે જ પાલિકા કર્મચારીઓને ટ્રેનિંગ આપશે અને બાળકોને પણ વેક્સિન આપવાનું ચાલુ કરવામાં આવશે એવું પાલિકાનું કહેવું છે.