Site icon

વેક્સિનેશન સેન્ટરની બહાર સિનિયર સિટીઝનોની ગિરદી સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકાએ મહત્ત્વપૂર્ણ સંદેશો જાહેર કર્યો છે. જાણો અહીં….

ન્યુઝ કંટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 29 એપ્રિલ 2021.
ગુરૂવાર.
   કોરોના વેક્સિનેશન સેન્ટર પર વરિષ્ઠ નાગરિકોની ભીડને જોઈને મુંબઈ મહાનગરપાલિકાએ તેમના માટે એક મહત્વપૂર્ણ સંદેશો જાહેર કર્યો છે. 


  મુંબઈના તમામ વરિષ્ઠ નાગરિકોને વિનંતી તરીકે તેઓ વેક્સિનેશન સેન્ટર પર ભીડ ન કરે અથવા લાંબી લાઇનમાં ઉભા ન રહે. હાલ પૂરતી વેક્સિન અલ્પ પ્રમાણમાં છે. દરેક કેન્દ્રોમાં તે પૂરતા પ્રમાણમાં નથી. માટે આરામ કરો અને જાણકારી મેળવો કે ૪૫ વર્ષથી ઉપરના નાગરિકો માટે રસી ક્યારે અપાશે.

Join Our WhatsApp Community

મુંબઈને ખાડામુક્ત કરવા બીએમસીની નવી મોહિમ, અમરો સંપર્ક કરો અને અમે 24 કલાક માં ખાડા પુરશું. જાણો કઈ રીતે ફરીયાદ કરવી…

  હવે 18 વર્ષ થી 44 વર્ષના વયજૂથના માટે કોરોના વેક્સિન અભિયાન શરૂ થવાનું છે. પરંતુ વેક્સિનેશન સેન્ટર 45 વર્ષથી વધુની વયના નાગરિકો માટે સક્રિય રહેશે. BMC  આ નવી ડ્રાઈવમાં ઓછામાં ઓછા 500 થી વધુ સરકારી અને પ્રાઇવેટ કોરોના વેક્સિનેશન સેન્ટર ઉભા કરશે. માટે 45 વર્ષથી વધુના વ્યક્તિ માટે રસીકરણ સાથે સમાધાન કરવામાં આવશે નહીં.
   નવા જૂથ માટે રસીકરણ પૂરતા પ્રમાણમાં રસી ઉપલબ્ધ થયા પછી જ શરૂ થશે.1 મે થી શરૂ નહીં થાય. માટે વરિષ્ઠ નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી કે, એકવાર નવી ડ્રાઇવ શરૂ થતા તેઓ રસીકરણથી વંચિત રહેશે.
   જેમણે રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે, તેઓ વ્યાજબી રીતે સુરક્ષિત છે. પરંતુ જો બીજો ડોઝ મેળવવામાં વિલંબ થાય તો તેના કારણે તેમણે ડરવું નહીં.

18 વર્ષથી ઉપરના યુવાનોને રસી આપવાના મામલે ગુજરાત પણ પાણી માં બેસી ગયું. જાણો શું કહ્યું ગુજરાત સરકારે.

   અમારી પાસે પૂરતો રસીનો સ્ટોક આવે ત્યાં સુધી કૃપા કરી તમે રાહ જુઓ. અમે વધુ વિગતો આપવાનું ચાલુ રાખીશું. સુરક્ષિત રહો અને ડબલ માસ્ક પહેરો.

Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Worli Sewri Elevated Road Accident: વરલી-શિવડી એલિવેટેડ રોડના કામમાં જીવલેણ બેદરકારી: પરેલમાં ઊંચાઈ પરથી સળિયો પડતા રાહદારી યુવાન લોહીલુહાણ; સેફ્ટી નેટનો અભાવ.
Exit mobile version