ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 6 ડિસેમ્બર 2021
સોમવાર.
ફિલ્મ અભિનેતા સોનુ સુદ પોતાની છ માળાની હોટલનું રૂપાંતર રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં કરવામાં નિષ્ફળ જતા મુંબઈ મહાનગરપાલિકાના કે-વેસ્ટે તેને નવી નોટિસ ફટકારી છે.
જુલાઈમાં પાલિકાએ સોનુ સુદને નોટિસ મોકલીને તેની હોટલનું ફરી તેને રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં રૂપાંતર કરવાનું કહ્યું હતું. તેમ જ આ ઈમારતમાં રહેલા ગેરકાયદે બાંધકામને પણ હટાવી દેવાનું તેને કહેવામાં આવ્યું હતું.
સોનુ સુદે જાતે જ પાલિકાને કહ્યું કે બિલ્ડિંગને તે હોટલમાંથી રેસિડેન્શિયલ માં ફેરવી નાખશે. પરંતુ તેમ કરવામાં નિષ્ફળ જતા ગયા મહિને તેને પાલિકાએ નવેસરથી નોટિસ ફટકારી હતી.
નોટિસમાં કહેવા મુજબ પાલિકાએ 20 ઓક્ટોબર 2021ના બિલ્ડિંગની વિઝિટ લીધી હતી. ત્યારે પણ તે બિલ્ડીંગ હોટલ તરીકે જ વાપરવામાં આવી રહી હોવાનું જણાયું હતું. તેથી જો સોનુએ તાત્કાલિક હોટલને રેસિડેન્શિયલ ઈમારતમાં નહીં ફેરવી તો તેણે પાલિકાની કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
મલાડના સ્કાયવોકને લઈને ભાજપે મુંબઈ મનપા પર કરી દીધો આટલો મોટો આરોપ.જાણો વિગત
પાલિકાની નોટિસ સામે જોકે સુન સુદે એક મિડિયાને કહ્યું હતું કે તેણે એબી નાયર રોડ પર આવેલી તેની શક્તિ સાગર બિલ્ડિંગને રેસિડેન્શિયલમા ફેરવી નાખી હતી. તેને લગતી માહિતી તેણે પાલિકાને સબમીટ કરી દીધી છે.