Site icon News Continuous Bureau | Mumbai

હવે પોલીસની હાજરી વગર સોસાયટીમાં વેક્સિનેશન નહીં થઈ શકે, જાણો મુંબઈ મહાનગરપાલિકાની નવી ગાઇડલાઇન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 2 જુલાઈ 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

મુંબઈમાં બોગસ વેક્સિનેશનના પ્રકરણ બાદ મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસન જાગ્યું ગયું છે. એ મુજબ પહેલી જુલાઈથી અમલમાં મૂકવા સુધારિત ગાઇડલાઇન બહાર પાડી છે. એ મુજબ હવેથી હાઉસિંગ સોસાયટીમાં રાખવામાં આવનારા ખાનગી વેક્સિનેશન કૅમ્પ દરમિયાન પોલીસની હાજરી અનિવાર્ય રહેશે.

પાલિકાએ બહાર પાડેલી નવી ગાઇડલાઇન મુજબ વેક્સિનેશન કૅમ્પ કરતાં પહેલાં હાઉસિંગ સોસાયટીઓએ વૉર્ડ સ્તરે પાલિકાના મેડિકલ ઑફિસરની સાથે જ પોલીસને ત્રણ દિવસ અગાઉ જાણ કરવાની રહેશે. તેમ જ વેક્સિન લેનારી વ્યક્તિએ વેક્સિન લીધા બાદ તુરંત ડિજિટલ વેક્સિન સર્ટિફિકેટ લેવાનો આગ્રહ રાખવાનો રહેશે.

રસીકરણ કરનારી હૉસ્પિટલ કોવિન ઍપ પર રજિસ્ટર્ડ હોવી ફરજિયાત રહેશે. હૉસ્પિટલનો રજિસ્ટ્રેશન નંબર સત્તાવાર રીતે ઉપલબ્ધ છે કે નહીં એની તપાસ સંબંધિત મેડિકલ ઑફિસરે કરવાની રહેશે. સોસાયટી અને હૉસ્પિટલ વચ્ચે લેખિત મેમોરન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (MOU) કરવી આવશ્યક રહેશે. સોસાયટીમાં વેક્સિનેશન માટે આવનારા હૉસ્પિટલના પ્રતિનિધિઓ પાસે આઈ-કાર્ડ હોવા આવશ્યક રહેશે.

મુંબઈમાં ફરી વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સ્વસ્થ થનાર દર્દીઓની સરખામણીએ નવા કેસ વધારે ; જાણો આજના નવા આંકડા   

હાઉસિંગ સોસાયટીમાં  વેક્સિનેશન કૅમ્પ રાખનારી ખાનગી હૉસ્પિટલની જવાબદારી પણ પાલિકાએ નક્કી કરી છે. એ મુજબ હૉસ્પિટલની વેક્સિન ખરીદવા અને એના સંગ્રહ બાબતે જવાબદારી પણ રહેશે. વેક્સિનેશનમાં જરા પણ શંકા જણાય તો હાઉસિંગ સોસાયટીએ પોલીસ અને પાલિકા અધિકારીઓને જાણ કરવાની રહેશે. વેક્સિનની આડઅસર બાદ એની સારવાર માટે સંબંધિત હૉસ્પિટલ જવાબદાર હશે. હૉસ્પિટલ દ્વારા સોસાયટીના એરિયામાં વેક્સિનેશન કૅમ્પ દરમિયના ઑબ્ઝર્વેશન રૂમ રાખવો ફરિજયાત રહેશે.

Nahur Wedding Food Poisoning નાહુર વેસ્ટમાં લગ્ન સમારોહમાં ફૂડ પોઇઝનિંગ નવદંપતી સહિત ૩૧ લોકો હોસ્પિટલમાં દાખલ, ભોજન બાદ ઉલટીઝાડાની ગંભીર તકલીફ
Malad Home Cleaning Theft દિવાળીની સફાઈ માટે ઍપ દ્વારા બોલાવેલા કામગારોએ ₹૧૨ લાખના દાગીના ચોર્યા મલાડ પોલીસે પાલઘરવસઈ પટ્ટામાંથી ત્રણને દબોચ્યા, ૧૦૦ ટકા મુદ્દામાલ રિકવર
MBMC Headquarters Fire મીરાભાઈંદર પાલિકા મુખ્યાલયમાં વહેલી સવારે ભીષણ આગ આરોગ્ય વિભાગના સરકારી દસ્તાવેજો બળીને ખાખ, કરોડોના ફાયર સેફ્ટી ખર્ચ સામે સવાલો
Bank Loan Fraud Case ₹૨,૨૯૬ કરોડના બેંક લોન ફ્રોડ કેસમાં EDની મોટી કાર્યવાહી ₹૫૩.૯૫ કરોડની મિલકતો કામચલાઉ ટાંચમાં લીધી, કુલ જપ્તી ₹૫૪૬ કરોડે પહોંચી
Exit mobile version