News Continuous Bureau | Mumbai
સાંતાક્રુઝ(Santa cruz)માં કલીનામાં આવેલી મુંબઈ યુનિર્વસિટી(Mumbai University) ને મીઠી નદીનો ગાળ નાખવા જગ્યા ઉપલબ્ધ કરી નાખવાનો ઇનકાર કરવા બદલ મુંબઈ મહાનગરપાલિકા(BMC)એ નોટિસ ફટકારી છે.
ગુરુવારે પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે(BMC Commissioner Iqbal Singh Chahal) પશ્ચિમ ઉપનગરમાં બીકેસી(BKC) પરિસરમાં મીઠી નદી અને મોટા નાળાની સફાઈના કામનું નિરીક્ષણ કર્યું હતું. એ દરમિયાન મીઠી નદીને સાફ કર્યા બાદ તેમાંથી કાઢવામાં આવેલા કાદવ-કચરાને નાખવો કયાં તેને લગતી સમસ્યા હોવાનું કોન્ટ્રેકટરે જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : ધરા ધ્રુજી ઉઠી.. આ રાજ્યમાં સવાર-સવારમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા
યુનિવર્સિટી પોતાની જગ્યા આપતી ન હોવાની આ બાબતે ફરિયાદ પણ કરવામાં આવી હતી. તેથી કમિનશરે પ્રશાસનને ડિઝાસ્ટર એક્ટ મુજબ યુનિર્વસિટીને નોટિસ ફટકારનો આદેશ આપ્યો છે.