Site icon

Mumbai News : વિશ્વમાં કોરોનાના કેસ વધતાં પાલિકા થઇ સતર્ક, જાહેર કરી ખાસ માર્ગદર્શિકા.. જાણો…

દુનિયાભરમાં વધતા જતા કોરોના મહામારીના ખતરા વચ્ચે મહારાષ્ટ્રની શિંદે સરકાર પણ સતર્ક બની છે. આ પૃષ્ઠભૂમિ પર દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ તકેદારી રાખવામાં આવી રહી છે.

BMC issues new guidelines as coronavirus hits world again

Mumbai News : વિશ્વમાં કોરોનાના કેસ વધતાં પાલિકા થઇ સતર્ક, જાહેર કરી ખાસ માર્ગદર્શિકા.. જાણો...

 News Continuous Bureau | Mumbai

દુનિયાભરમાં વધતા જતા કોરોના મહામારીના ( coronavirus ) ખતરા વચ્ચે મહારાષ્ટ્રની શિંદે સરકાર પણ સતર્ક બની છે. આ પૃષ્ઠભૂમિ પર દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ તકેદારી રાખવામાં આવી રહી છે. મુંબઈ મહાનગર પાલિકા ( BMC  ) એ પરિપત્ર જાહેર કરીને કોરોનાને ધ્યાનમાં રાખી વિશેષ સૂચનાઓ અને માર્ગદર્શિકા  ( guidelines  ) જાહેર કરી છે.

Join Our WhatsApp Community

મુંબઈ મહાનગરપાલિકા એ કોરોનાના સંક્રમણ ને રોકવા માટે લોકોને કેટલીક સૂચનાઓ આપી છે. મુંબઈમાં કોરોનાના ના કેસ ન વધે તે માટે પાલિકાએ કોવિડ સંબંધિત સૂચનાઓનું પાલન કરવાની પણ અપીલ કરી છે.

વોર્ડ વોરરૂમ ફરી ૨૪ કલાક શરૂ

હવે ફરી એકવાર પાલિકાના વોર્ડ વોર રૂમ 24×7 કામ કરશે. કોરોનાની સારવાર મેળવવા અથવા બીજી કોઈ સંબંધિત સેવા માટે નાગરિકો આ વોર રૂમ નો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત પાલિકા કોરોનાને નિયંત્રણમાં રાખવા માટે સામૂહિક રસીકરણ ચાલુ રાખશે.

આ છે નવી ખાસ સૂચનાઓ

-નાગરિકોએ ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવું જોઈએ

-સામાજિક અંતરનું પાલન કરવું જોઈએ

-સમયાંતરે હાથ ધોવા અને સ્વચ્છતા જાળવવી

-જો તમે બીમાર હો અથવા કોરોનાના કોઈ લક્ષણો હોય તો ઘરે જ રહેવું

-ડાયાબિટીસ કે હાઈપરટેન્શનના દર્દીઓ તેમ જ વરિષ્ઠ નાગરિકોએ ખાસ કાળજી લેવી.

-તમામ નાગરિકોએ રસીકરણ પૂર્ણ કરવું જોઈએ અને બૂસ્ટર ડોઝ પણ લેવો જોઈએ.

આ સમાચાર પણ વાંચો:  નવા વર્ષનું સ્વાગત… આ રેલવે લાઈન મધરાત બાદ 8 વિશેષ લોકલ-ટ્રેનો દોડાવાશે.. 

મુંબઈ મહાનગર પાલિકા કોરોનાને રોકવા સંપૂર્ણપણે તૈયાર છે. મુંબઈ મહાનગરપાલિકા સામૂહિક રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કોરોના દર્દીઓ માટે ખાસ હોસ્પિટલ, બેડ, ઓક્સિજન બેડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલમાં મુંબઈમાં નગરપાલિકાની સેવન હિલ હોસ્પિટલ અને કસ્તુરબા હોસ્પિટલ કોરોના દર્દીઓની સારવાર માટે કાર્યરત છે. સાથે પાલિકાએ કહ્યું છે કે કામા હૉસ્પિટલ, સેન્ટ જ્યોર્જ હૉસ્પિટલ, ટાટા હૉસ્પિટલ, જગજીવન રામ હૉસ્પિટલ રાજ્યની સરકારી હૉસ્પિટલ છે અને અન્ય 26 ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીઓની સારવાર કરી રહી છે.

BMC: આઝાદ મેદાન પાસેના ખાઉ ગલીના સ્ટોલ ને લઈને BMCએ લીધો મોટો નિર્ણય,વેપારીઓ થયા ચિંતિત
Mumbai-Pune Expressway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મેગાબ્લોક, મુસાફરી કરતા પહેલા જાણી લો સમય અને વૈકલ્પિક માર્ગો વિશે સંપૂર્ણ માહિતી
Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Exit mobile version