ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 7 એપ્રિલ 2021
બુધવાર
મુંબઈ શહેરમાં કોરોના ના જેટલા પણ કેસ નોંધાઈ રહ્યા છે તેમાં ૯૦ ટકા કેસ હાઉસિંગ સોસાયટી માંથી છે. આ હાઉસિંગ સોસાયટી માં રહેનાર લોકો ગેટ બંધ કરીને બેઠા છે પરંતુ હાઉસિંગ સોસાયટીમાં નિયમોનું પાલન નથી થઈ રહ્યું તેવું બીએમસી ને લાગે છે. આથી મુંબઈ મહાનગરપાલિકાએ હાઉસિંગ સોસાયટીઓ માટે કડક પગલાંની જાહેરાત કરી છે. મહાનગર પાલિકાએ જાહેર કર્યું છે કે કોઈપણ હાઉસિંગ સોસાયટીમાં જો કોરોના ની નિયમાવલી નું ઉલ્લંઘન થશે તો …..
૧. હાઉસિંગ સોસાયટી ને પ્રથમ વખત દસ હજાર રૂપિયાનો દંડ થશે.
૨. બીજી વખત ઉલ્લંઘન થતા ૨૦ હજાર રૂપિયાનો દંડ થશે.
૩. આજ પછી ઇમારતમાં કોઈપણ વ્યક્તિ ને કોરોના થયો તો તે ઘરને સીલ કરવાની જવાબદારી હાઉસિંગ સોસાયટીની રહેશે.
૪. દૂધ કરિયાણું અને છાપા આજ પછી હાઉસિંગ સોસાયટીના ગેટ ઉપર આવશે. ઘર સુધી પહોંચવાની મનાઇ છે.
આમ મુંબઈ મહાનગરપાલિકાએ સોસાયટીઓમાં ઘૂસીને કોરોના ને બહાર કાઢવા માટે કડક પગલાં લીધા છે.
