ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 માર્ચ 2021
મુંબઈ મહાનગરપાલિકાએ 5200 કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલવા હવે કડક પગલા લેવા માંડ્યા છે. મુંબઈ મહાનગરપાલિકાએ પહેલાં જ જાહેર કરી દીધું હતું કે જે કોઈ વ્યક્તિ પ્રોપર્ટી ટેક્સ નહીં ભરે તેને દંડ લગાડવામાં આવશે. આ અવધિ સમાપ્ત થઇ ગયા બાદ પ્રોપર્ટી ની નિલામી કરવામાં આવશે. હવે મુંબઈ મહાનગરપાલિકાએ ખરેખર આ કામ શરૂ કર્યું છે. મહાનગરપાલિકાએ મુંબઈ શહેરની 43 પ્રોપર્ટી નીલામ કરવા માટે નોટિસ આપી દીધી છે. આ પ્રોપર્ટીના માલિકો પાસેથી 210 કરોડ રૂપિયા લેવાના બાકી છે. આ સૂચિમાં અનેક મોટા બિલ્ડર તેમજ હાઉસિંગ સોસાયટી અને સ્થાનિક સંસ્થાઓનો સમાવેશ થાય છે.
જે સંસ્થાઓ ને નોટિસ આપવામાં આવી છે તેમની પાસે હવે 90 દિવસનો સૌથી છેલ્લો સમય બાકી છે.