ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
06 માર્ચ 2021
મુંબઈ મહાનગર પાલિકા તેમજ સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી દ્વારા સંયુક્ત રૂપે એસઆરએ યોજના હેઠળ બનાવવામાં આવેલી ઇમારતો સંદર્ભે કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે. જે હેઠળ કાંદિવલીની વોર્ડ ઓફિસ દ્વારા સાઈ નગર વિસ્તારની ઇમારતો માં એસઆરએ હેઠળ બનેલી ઇમારતો માં નિવાસ કરી રહેલા ૭૦ લોકોને ૪૮ કલાકમાં જ ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ મળતાં હડકંપ મચી ગયો છે.મુંબઈ મહાનગરપાલિકાએ તે લોકોને નોટિસ પાઠવી છે જે ઘર સ્લમના લોકોને એસઆરએ યોજના હેઠળ આપવામાં આવ્યા હતા અને ઘર માલિકોએ આ ઘરોને બીજા વ્યક્તિને વેચી નાખ્યા. સરકારી નિયમ મુજબ આવા ઘરો દસ વર્ષ સુધી વેચી શકાતા નથી. આથી મહાનગર પાલિકા તેમજ એસ આર એ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે અને જે લોકો એ ઘર ખરીદ્યા છે તે તમામને હવે ઘર ખાલી કરવા પડશે. આખા મુંબઈ શહેરમાં આવા 80000 ઘર અને આગામી દિવસોમાં નોટિસ આપવામાં આવશે.