ઓમીક્રોન દર્દીઓ માટે મુંબઈ મનપાએ આ હોસ્પિટલમાં આટલા બેડસ તૈયાર રાખ્યા.જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

બુધવાર.

કોરોનાના નવા વેરિયન્ટના મુંબઈમાં પણ હવે બે દર્દીઓ નોંધાઈ ચૂકયા છે. આગામી દિવસોમાં આ જોખમ વધે તે માટે પાલિકાએ તમામ તૈયારી કરી લીધી છે. જેમાં ખાસ કરીને અંધેરીના મરોલમાં આવેલી સેવન હિલ્સ હોસ્પિટલમાં પાલિકાએ એક આખો માળો અલગથી ઓમીક્રોનના દર્દી માટે રિઝર્વ રાખ્યો છે, જેમાં 250 બેડ્સની સગવડ છે.

ઓમાઈક્રોનના જોખમને પગલે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરી આવનારા પ્રવાસીઓની ચેકિંગ કરવામાં આવી રહી છે. જે પ્રવાસી પોઝિટિવ હોય અને તેનામાં ઓમીક્રોન નો વેરિયન્ટ મળી આવે તો તેને અલગથી રાખવાની આવશ્યકતા છે. તેથી મરોલમાં આવેલી સેવન હિલ્સ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એ સિવાય બ્રિન્ચ કેન્ડી અને બોમ્બે હોસ્પિટલમાં પણ 10-10 પલંગ અલગથી ઓમીક્રોન ના દર્દી માટે રાખવામાં આવ્યા છે.

 

ટિકિટ વગર પ્રવાસ કર્યો તો આવી બનશે! ખુદાબક્ષો પાસેથી વેસ્ટર્ન રેલવેએ વસૂલ્યો આટલો દંડ. રકમ સાંભળીને આંખ પહોળી થઈ જશે. જાણો વિગત,

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More