ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ
મુંબઈ મહાનગરપાલિકાએ હવે એક મહત્વનો નિર્ણય લીધો છે. શહેરમાં વધતા જતા કોરોના ના કેસ પર કાબૂ મેળવવા માટે પાલિકા આયુકત ઇક્બાલ સિંહ ચહલ એ પાલિકાના ઈમરજન્સી વોર રૂમ ની શરૂઆત કરી દીધી છે.

આ ઉપરાંત પાલિકા યોગ્ય આદેશ જાહેર કર્યો છે કે સરકારી અથવા મહાનગરપાલિકા સંચાલિત કે પછી પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોના ના દર્દી ની ભરતી કરતા અગાઉ મુંબઇ મહાનગરપાલિકાના વોર્ડને જણાવવું પડશે. ઉલ્લેખનીય છે કે આ કાયદો છેલ્લા થોડા સમય અગાઉ સુધી લાગુ હતો. પરંતુ પરિસ્થિતિ સુધારાની સાથે જ મહાનગરપાલિકાએ આ કાયદાને સ્થગતિ આપી હતી. હવે કોરોના ના કેસ વધતાની સાથે જ તે કાયદો ફરી એક વાર લાગુ કરવામાં આવ્યો છે.
આથી હવે કોઇપણ વ્યક્તિને જો કોરોના માટે હોસ્પિટલમાં એડમિશન ની જરૂર પડશે તો તેણે અથવા તે જે હૉસ્પીટલમાં પહોંચ્યો હોય તે હોસ્પિટલમાં અગાઉ મુંબઈ મહાનગર પાલિકાના સેન્ટ્રલ વૉર્ડ ને જાણકારી આપવી પડશે.