ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 ફેબ્રુઆરી 2021
મુંબઈ શહેરમાં કોરોના ના કેસ સતત વધી રહ્યા છે.આ પરિસ્થિતિમાં મુંબઈ મહાનગરપાલિકાએ સંપૂર્ણ લોક ડાઉન નહીં પરંતુ લોકલ લોક ડાઉન લગાડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
નવા આંકડા મુજબ 98% કેસીસ ઝુપડપટ્ટી નહીં પરંતુ બિલ્ડિંગોમાં દેખાઈ રહ્યા છે. ચેમ્બુર વિસ્તારમાં દૈનિક કોરોના દર્દીઓની સંખ્યા 25 થઈ રહી છે.
મુંબઈ મહાનગર પાલિકાનું માનવું છે કે આ માટે લોકોનો લાપરવાહી ભરેલું વર્તન જવાબદાર છે. સરકારી નિયમ છે કે જે વ્યક્તિ ને કોરોના થયો હોય તેના પરિવારે 14 દિવસ કોરંટીન રહેવું પડે છે. જોકે અનેક સોસાયટી આનું પાલન નથી કરી રહી.આ કારણથી કોરોના બિલ્ડિંગમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.
હવે મુંબઈ મહાનગરપાલિકાએ 550 હાઉસિંગ સોસાયટીઓ અને નોટિસ પાઠવી છે. આ નોટિસમાં ગંભીર ચેતવણી આપી છે કે જો પાલિકાના દિશાનિર્દેશોનું પાલન નહીં કરવામાં આવે તો લોકલ લોકડાઉન લગાડવામાં આવશે.
આમ મહાનગર પાલિકાની નોટિસ તેમજ પાલિકા મુખ્યાલયમાં થયેલી મીટીંગ થી એવા સંકેત મળી રહ્યા છે કે મુંબઈ શહેરમાં કેસના આધારે લોકડાઉન લાગી શકે છે.
