ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 માર્ચ 2021
મુંબઈ શહેરવાસીઓ સતત ફરિયાદ કરતા હોય છે કે ગટર સરખી સાફ થઈ નથી અથવા સિવરેજ લાઈન ને બરાબર ક્લિયર કરવામાં આવી નથી. આ પરિસ્થિતિમાં મુંબઈ મહાનગરપાલિકાએ હવે ખરાબ કામ કરનાર કોન્ટ્રાક્ટરોને પકડવા માટે ગટરની અંદર સીસીટીવી નાખવાનું નક્કી કર્યું છે. આ સીસીટીવી સ્વયંસંચાલિત હશે તેમજ રિમોટ કંટ્રોલ ના માધ્યમથી ગટરની અંદર સફર કરશે. સાથે જ તેના વિડીયો નું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરશે. જેથી અધિકારીઓ તપાસી શકે કે કઈ જગ્યાએ કચરો પડ્યો છે.
મુંબઈ શહેરમાં કુલ 38000 મેનહોલ છે. તેમજ સેંકડો કિલોમીટર લાંબુ ગટરો નું નેટવર્ક છે. આ પરિસ્થિતિમાં મહાનગરપાલિકા માટે આ એક અઘરુ કામ જરૂર છે પરંતુ સફાઈ ના દ્રષ્ટિકોણ થી એક સારું પગલું છે.
Join Our WhatsApp Community
