ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો .
મુંબઈ ,24 એપ્રિલ 2021.
શનિવાર .
ઝડપથી વધી રહેલા કોરોનાને કાબુમાં રાખવા મુંબઈ મહાનગર પાલિકા યંત્રવત કાર્ય કરી રહી હોવા છતાં તેઓ રોજના પાંચ હજાર નિરાધાર લોકોને અન્ન પહોંચાડવાનું કામ કરે છે.
મુંબઈના 24 વિભાગમાંથી બેસ્ટની વાતાનુકુલિત બસમાં સવાર સાંજ પાંચ જાહર લોકોને અન્ન પહોંચાડવામાં આવે છે. છેલ્લા દસ દિવસથી પાલિકાના કર્મચારીઓ આ કાર્યમાં જોડાઈ ગયા છે. આના અનુસંધાનમાં પાલિકા હવે 10 હજાર લોકોને બે ટંકનું અન્ન પહોંચાડવાના નિર્દેશ પર કામ કરી રહી છે. ગતવર્ષે કોરોના કહેરને કારણે સ્થળાન્તર કરી રહેલા કામગાર , ગરીબ અને ઇચ્છુક લોકોને પાલિકા દ્વારા ખીચડી અને પુલાવ આપવાના કાર્યની શરૂઆત થઇ હતી. જોકે આ માટે ઘણી સામાજિક સંસ્થાઓ મદદ માટે આગળ આવી હતી.
પાકિસ્તાનના ખેલાડી એ ભારત માટે પ્રાર્થના કરી. મૃતકો ને શ્રધ્ધાંજલી આપી.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે રોજના સાડાસાત લાખ લોકોનેપાલિકા દ્વારા બે ટંક અન્ન મળતું હતું. આ સંદર્ભે અત્યારસુધી 3 કરોડ સાત લાખ લોકોને આ સેવાનો લાભ મળ્યો છે. જયારે અમુક જરૂરિયાતમંદ લોકોને 'રેશન કીટ' પણ આપવામાં આવી હતી.