Site icon

લૉકડાઉનના નિયમો હળવા કરવા સંદર્ભે BMCએ રાજ્ય સરકાર પર જવાબદારી નાખી; જાણો શું કહ્યું? જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 2 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોના નિયંત્રણમાં છે. એથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે રાહત આપતી જાહેરાત કરશે એવી વેપારી આલમ સહિત સામાન્ય નાગરિકોને આશા હતી, પરંતુ હજી સુધી ન તો મુંબઈ મહાનગરપાલિકાએ કે ના રાજ્ય સરકારે કોઈ છૂટછાટની જાહેરાત કરી છે. એથી દિવસે ને દિવસે લોકોમાં આક્રોશ વધી રહ્યો છે.

એક તરફ કેન્દ્ર સરકાર કોરોનાના કેસ ઘટવાથી લોકોને રાહત આપવાની વાત કરી રહી છે. બીજી તરફ મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મહાનગરપાલિકા કોઈ જાહેરાત કરતી નથી. રાજ્યમાં ઠેરઠેર વેપારીઓ આંદોલન કરવાની ચીમકી આપી ચૂક્યા છે. છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. એમાં પાછું શનિવારે થાણે અને નવી મુંબઈ મહાનગરપાલિકાએ તેમની હદમાં કયા પ્રતિબંધો કાયમ રહેશે એની માર્ગદર્શિકા બહાર પાડી હતી. એથી મુંબઈ મહાનગરપાલિકા પણ પ્રતિબંધો હળવા કરવા સંદર્ભે કોઈ જાહેરાત કરશે એની શનિવાર અને રવિવાર એમ બે દિવસ સુધી રાહ જોઈ હતી. પરંતુ પાલિકા તરફથી કોઈ જાહેરાત કરવામાં નહીં આવતાં મુંબઈમાં લેવલ થ્રી હેઠળના પ્રતિબંધો કાયમ રહેશે એવું માનવામાં આવે છે.

બોરીવલી ના આ રસ્તા પર નાગરિકોએ લખી રાખ્યું 'no kissing here' જુઓ ફોટોગ્રાફ અને જાણો લોકોએ આવું લખવાની જરૂર કેમ પડી?

આ બાબતે મુંબઈ મહાનગરપાલિકાના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે સ્થાનિક ઑથૉરિટીને તેમના વિસ્તારમાં કયા પ્રતિબંધો રાખવા, કયા હટાવવાનો નિર્ણય લેવાનો અધિકારી આપવામાં આવ્યો છે. જોકે આ વખતે અમે રાજ્ય સરકાર કહેશે એમ જ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર પ્રતિબંધોને લઈને માર્ગદર્શિકા બહાર પાડશે, અમે એને ફોલો કરીશું. પોતાની રીતે પાલિકા કોઈ માર્ગદર્શિકા બહાર પાડવાની નથી

34 Walkathons: સાંસદ ક્રીડા મહોત્સવ 2025ના ભાગરૂપે આજે ઉત્તર મુંબઈમાં કુલ 34 વોકેથોન યોજાઈ
Mumbai Monorail: મુંબઈમાં મોટો ખતરો: મોનોરેલ પાટા પરથી ઉતરી, પ્રથમ ડબ્બો હવામાં લટક્યો! જુઓ આઘાતજનક વિડિયો
Mumbai airport currency seizure: મુંબઈ એરપોર્ટ પર ૮૭ લાખનું વિદેશી ચલણ ટ્રોલી બેગમાં છુપાવેલું ઝડપાયું
Akasa Air emergency exit: ટેકઓફ પહેલા ઇમરજન્સી એક્ઝિટ ખોલવાનો પ્રયાસ: વારાણસી-મુંબઈ અકાસા એરની ફ્લાઇટમાં હોબાળો
Exit mobile version