Site icon

મુંબઈની મ્યુનિસિપલ સ્કૂલોમાં હવે સીબીએસઈ બોર્ડનો અભ્યાસક્રમ ભણાવાશે.. જાણો વિગત

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
10 ઓક્ટોબર 2020

આજકાલ મોટાભાગના માવતરોની ઇચ્છા હોય છે કે પોતાના સંતાનો ને ઈંગ્લીશ મિડીયમ અને CBSE બોર્ડમાં ભણાવવાની ઈચ્છા હોય છે જે ખાનગી સ્કૂલોમાં લેવાતી મોટી ફી ને કારણે ભણાવી શકતા નથી. પરંતુ હવે માવતારોનું આ સપનું પૂરું થવા જઈ રહ્યું છે. મુંબઈમાં ટૂંક સમયમાં મ્યુનિસિપલ સ્કૂલોમાં સીબીએસઈ બોર્ડના અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે. પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેની કલ્પનાથી શરૂ થયેલી પાલિકાની આ મહત્વાકાંક્ષી પહેલ હેઠળ પાલિકાની સ્કૂલના વિદ્યાર્થીઓને નિ:શુલ્ક પાઠયપુસ્તકોનું વિતરણ કરાયું હતું.

Join Our WhatsApp Community

પાલિકાએ શરૂ થતા નવા વર્ષથી પ્રથમ વખત સીબીએસઈ બોર્ડની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ શાળાઓની પ્રવેશ પ્રક્રિયાને સ્વયંભૂ પ્રતિસાદ મળી રહ્યો  છે. પરંતુ આ શાળાઓ કોરોનાને કારણે હજી શરૂ કરવામાં આવી નથી. જો કે, કોરોના થોડા દિવસોમાં કાબૂમાં આવે તે પછી તરત જ શાળાઓ શરૂ થઈ જશે. સરકારના આ નિર્ણયથી સરકારી સ્કૂલોમાં ભણતાં વિદ્યાર્થીઓ ના વાલીઓ-વિદ્યાર્થીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો કે સીબીએસઈ બોર્ડ મોંઘી ખાનગી શાળાઓની જેમ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપશે.

First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Mumbai Railway: MRVC એ વિરાર-દહાણુ રેલ લાઇનના વિસ્તરણના કાર્યને આપ્યો વેગ, ઓગસ્ટ સુધીમાં આટલા ટકા કામ પૂર્ણ!
Exit mobile version