Site icon News Continuous Bureau | Mumbai

LPG Cylinder New Rules: ગેસ એજન્સીઓ માટે કલેક્ટરનો નવો ફતવો, બુકિંગ અને ડિલિવરીમાં થશે મોટા ફેરફાર; જાણો ‘૨૫ દિવસ’ના નિયમની પૂરી વિગત

LPG Cylinder New Rules: પુણેમાં ગેસ વિતરણ વ્યવસ્થામાં મોટો ફેરફાર: સંગ્રહખોરી રોકવા પ્રશાસન કડક, OTP વેરિફિકેશન બાદ જ મળશે સિલિન્ડર; અછતની અફવાઓથી ન ડરવા કલેક્ટરની અપીલ.

Domestic Gas Cylinder Commercial Use ચેમ્બુરમાં રેસ્ટોરન્ટમાં દરોડો સબસિડીવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ પકડાયો

Domestic Gas Cylinder Commercial Use ચેમ્બુરમાં રેસ્ટોરન્ટમાં દરોડો સબસિડીવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ પકડાયો

News Continuous Bureau | Mumbai

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક સ્તરે કાચા તેલ અને કુદરતી ગેસનો પુરવઠો ખોરવાયો છે. આ સ્થિતિનો લાભ ઉઠાવી કેટલાક લોકો રસોઈ ગેસનો બિનજરૂરી સંગ્રહ કરી રહ્યા છે. આ સંગ્રહખોરીને રોકવા અને સામાન્ય નાગરિકોને સરળતાથી ગેસ મળી રહે તે માટે પુણેના જિલ્લા કલેક્ટર ડૉ. સુહાસ દિવસેએ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે.નવા નિયમો મુજબ, હવે ગ્રાહકોએ લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી, પરંતુ બુકિંગના નિયમોમાં શિસ્ત પાળવી પડશે.

Join Our WhatsApp Channel

૯૬ કલાકમાં હોમ ડિલિવરી ફરજિયાત

જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર, ગ્રાહક જ્યારે OTP સિસ્ટમ દ્વારા ગેસ બુક કરાવશે, ત્યારે ગેસ એજન્સીએ આગામી ૯૬ કલાક (૪ દિવસ) ની અંદર સિલિન્ડર ગ્રાહકના ઘર સુધી પહોંચાડવો ફરજિયાત રહેશે. આ નિયમનો અમલ શરૂ થઈ ચૂક્યો છે, જેથી ગ્રાહકોએ ગેસ એજન્સી પર જઈને ભીડ કરવાની જરૂર રહેશે નહીં.

બે સિલિન્ડર વચ્ચે ૨૫ દિવસનું અંતર

આ સમાચાર પણ વાંચો : Gold-Silver Price Today: યુદ્ધની સ્થિતિ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ભડકો, શું ભાવ હજુ વધશે? જાણો મુંબઈના આજના બજાર ભાવ

સૌથી મહત્વનો ફેરફાર બુકિંગના સમયગાળામાં કરવામાં આવ્યો છે. હવે ગ્રાહક એક સિલિન્ડર લીધા બાદ બીજું બુકિંગ ૨૫ દિવસ પછી જ કરાવી શકશે. કોઈપણ ગેસ એજન્સી ૨૫ દિવસ પહેલા નવું બુકિંગ સ્વીકારશે નહીં. જે લોકો પાસે વધારાના સિલિન્ડર છે અને તેઓ તેનો ગેરકાયદે સંગ્રહ કરે છે, તેમની સામે આ પગલું લેવામાં આવ્યું છે.

સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી

જિલ્લા કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને અછતની અફવાઓથી ડરવાની જરૂર નથી. ગેસના કાળાબજાર રોકવા માટે ખાસ ગોપનીય ટીમો તૈનાત કરવામાં આવી છે. કલેક્ટરે એમ પણ જણાવ્યું કે જે લોકો પાસે અધિકૃત ગેસ કનેક્શન નથી, તેઓ જ મુખ્યત્વે અફવાઓ ફેલાવી રહ્યા છે. એજન્સીઓ માત્ર OTP વેરિફિકેશન બાદ જ ગેસ આપશે.

 

Mumbai Cyber Fraud Cases મુંબઈમાં સાયબર ગઠિયાઓનો તરખાટ ફેક લિંક અને ગુમ ક્રેડિટ કાર્ડ દ્વારા બે અલગઅલગ કેસમાં ₹૨૬ લાખની છેતરપિંડી
Mumbai OTP Farming Syndicate Busted મુંબઈમાં ‘ઓટીપી ફાર્મિંગ’ નેટવર્કનો પર્દાફાશ વેસ્ટ સાયબર પોલીસે ૩ ગઠિયાઓને દબોચ્યા, ૬૬૯ સિમ કાર્ડ જપ્ત
Mumbai Stock Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૯.૬૮ કરોડની છેતરપિંડી મ્યૂલ એકાઉન્ટ સપ્લાય કરતી ગેંગના ૪ શખ્સો ઝબ્બે
Mumbai Digital Arrest Scam ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વરિષ્ઠ નાગરિક સાથે ₹૧.૧૨ કરોડની ઠગાઈ મુંબઈ સાયબર પોલીસે ૬ ગઠિયાઓને દબોચ્યા
Exit mobile version