News Continuous Bureau | Mumbai
મુંબઈ મહાનગરપાલિકા ફરી એક વખત એક્શન મોડમાં આવી ગઈ છે અને હવે મુંબઈમાં રસ્તા પર ગમે ત્યાં ત્યજી દેવામાં આવેલા બિનવારસ વાહનો વિરુદ્ધ કાર્યવાહી તેજ કરી નાખી છે. એક જ અઠવાડિયામાં પાલિકાએ રસ્તા પર ત્યજેલા ૭૮૨ વાહનો જપ્ત કર્યા છે.
રસ્તા પર રહેલા બેવારસ વાહનો સામે કાર્યવાહી કરવાની સત્તા કોવિડકાળમાં પાલિકાએ ટ્રાકિફ પોલીસને સોંપી હતી. કોવિડ નિયંત્રણમાં હોઈ હવે પાલિકા આ કાર્યવાહી કરવાની છે. પાલિકાના અતિક્રમણ ખાતાએ આપેલા આંકડા મુજબ રસ્તા પર ગમે ત્યાં પોતાના વાહનો પાર્ક કરનારા ૨,૩૮૧ વાહનધારકોને નોટિસ મોકલી હતી, તેમાંથી ૩૭૯ વાહનચાલકોએ નોટિસ મળ્યા બાદ જાતે વાહન હટાવ્યા હતા. તો ૩૧૪ ટુ વ્હીલર, ૨૮૬ થ્રી વ્હીલર ૧૮૨ ફોર વ્હીલર એણ કુલ ૭૮૨ વાહનો પાલિકાએ જપ્ત કર્યા છે. બાકીના ૧૨૨૦ વાહનો સામે હજી સુધી કોઈ એકશન લેવામાં આવી નથી.
હાલ કોવિડ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાની સાથે જનજીવન સામાન્ય થવાની સાથે જ ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે. પાલિકાને લાવારિસ વાહનોની ફરિયાદ મોટા પ્રમાણમાં આવી હતી. આ વાહનોને કારણે ટ્રાફિકની સમસ્યા નિર્માણ થતી હતી, તેથી પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે રસ્તા પર ગમે ત્યાં લાવારિસ હાલતમાં છોડી મૂકવામાં આવેલા વાહનો સામે પગલાં લેવાનો આદેશ આપ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : ખતરાની ઘંટી! લોકલમાં પ્રવાસ કરનારાઓની સંખ્યા આટલા લાખ પર પહોંચી ગઈ.. ટ્રેનોમાં કીડિયારું જમા થવા માંડ્યું. જાણો વિગતે
મુંબઈ તમામ ૨૪ વોર્ડમાં જપ્ત કરેલા વાહનોની લિલામી કરવા માટે ૧૫ દિવસની અંદર આવશ્યક મંજૂરી લઈને શક્ય હોય એટલા જલદી તેને લિલામ કરવાની પ્રક્રિયા પૂરી પાડવામાં આવશે.
