Site icon News Continuous Bureau | Mumbai

15થી 18 વર્ષના બાળકો માટે કોરોના રસીકરણ શરૂ, મુંબઈના આ 9 સેન્ટરો પર આટલા લાખ બાળકોને આપવામાં આવશે વેક્સિન; જુઓ સંપૂર્ણ લિસ્ટ અહીં 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,3 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

સોમવાર. 

ઝડપથી વધી રહેલા કોરોના અને ઓમિક્રોન સંક્રમણના વચ્ચે દેશભરમાં આજથી 15થી 18 વર્ષના યુવાનો માટે રસીકરણની શરૂઆત થઈ છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં 15થી 18 વર્ષના ઉંમરના લોકોને 650 કેન્દ્ર પર વેક્સીન આપવામાં આવી રહી છે. મુંબઈમાં 9 વેક્સિનેશન સેન્ટરોમાં તેની વ્યવસ્થા કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 60 લાખથી વધારે બાળકોને વેક્સિન આપવામાં આવશે અને મુંબઈની વાત કરીએ તો ત્યાં 9 લાખ લાભાર્થી છે.  

મુંબઈ મહાનગર પાલિકા (BMC) એ કોરોના વેક્સિનેશન સેન્ટરના નામોની સૂચિબદ્ધ માર્ગદર્શિકા બહાર પાડી છે જે શહેરમાં 15-18 વય જૂથને રસીના ડોઝનું સંચાલન કરશે અને આ જૂથ માટે રસીકરણ સંબંધિત અન્ય મહત્વપૂર્ણ વિગતોનો પણ ઉલ્લેખ કર્યો છે.

હેં! ખાડી દેશ સાઉદી અરબિયામાં પડયો બરફ, રણ પ્રદેશમાં પડતા બરફથી સૌ કોઈ હેરાન, જુઓ તસવીરો અને વિડીયો.

મુંબઈમાં બાળકો માટે વેક્સિનેશનના નામ અને ગાઇડલાઇન્સ –

આ એજ ગ્રુપના બાળકોને કોરોનાની વેક્સિન લેવા માટે કોવિન એપ્લીકેશનના માધ્યમથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. 

રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 1 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે. ત્યારે સીધા વેક્સિનેશન સેન્ટર પર જઈને પણ રજિસ્ટ્રેશન કરવાની સુવિધા આપવામાં આવી છે. 

2007માં અથવા તે પહેલા જન્મેલા તમામ બાળકો વેક્સિન લેવા માટે પાત્ર છે.

આ એજ ગ્રુપના બાળકો માટે ભારત બાયોટેકની કોવેક્સિનની પસંદગી કરવામાં આવી છે.

રસીકરણ માટે શાળા આઈડી/આધાર કાર્ડ ફરજિયાત.

કોવેક્સિન સૌથી વધારે સુરક્ષિત વેક્સિન હોવાના કારણે રાજ્યના કોરોના ટાસ્ક ફોર્સ સાથે જોડાયેલા નિષ્ણાંતોએ બાળકોના માતા-પિતાને સલાહ આપી છે કે ડર રાખ્યા વગર પોતાના બાળકને વેક્સિન અપાવો. શરીરમાં વેક્સિન જે જગ્યા પર આપવામાં આવે છે, તે ભાગ થોડો લાલ થઈ જશે, દુ:ખાવો થશે અને થોડો તાવ પણ આવી શકે છે. આ સામાન્ય લક્ષણ છે. તેથી ગભરાવવાની જરૂર નથી. વેક્સિન લીધા બાદ અડધો કલાક સુધી વેક્સિનેશન સેન્ટર પર બેસો, ત્યારબાદ ઘરે પરત જાઓ.

મુંબઈમાં કોરોના વિસ્ફોટ પણ BMC કમિશનર કહે છે ગભરાવો નહીં. પણ શા માટે? જાણો કારણ અહીં
 

Fake CM OSD Fraud દેવેન્દ્ર ફડણવીસના OSD બની કોન્ટ્રાક્ટર સાથે ₹૩.૨૫ કરોડની છેતરપિંડી મરીન ડ્રાઈવ પોલીસે નકલી અધિકારીને ઝડપી પાડ્યો, ૬ નવેમ્બર સુધી કસ્ટડી
Aishwarya Thackeray Cyber Fraud બાળાસાહેબ ઠાકરેના પૌત્ર અભિનેતા ઐશ્વર્ય ઠાકરે સાયબર ફ્રોડનો ભોગ બન્યા બેંક ખાતામાંથી અજાણતા ₹૧૯,૦૧૫ ઉપડી ગયા, ઓશિવારા પોલીસ મથકે ગુનો દાખલ
Tusshar Kapoor Extortion Threat ૫ કરોડ આપો નહીં તો… તુષાર કપૂરને બિશ્નોઈ ગેંગના નામે અપાઈ ધમકી; મુંબઈ પોલીસની તપાસમાં આવ્યો મોટો ટ્વિસ્ટ.
Dia Mirza BMC Diwali Video Controversy દિયા મિર્ઝાના દિવાળી વીડિયો પર રાજકીય ઘમાસાન; ૪૫ સેકન્ડના વીડિયોમાં ભાજપને શું ખૂંચ્યું? કે BMCએ વીડિયો જ હટાવી દીધો; અભિનેત્રીનો સવાલ
Exit mobile version