News Continuous Bureau | Mumbai
મુંબઈના પશ્ચિમ પરામાં(Western Suburbs) આવેલા કાંદીવલીમાં(Kandivali) મોટી સંખ્યામાં ગેરકાયદેસર નર્સિંગ હોમ(Illegal nursing home) અને હોસ્પિટલો(Hospitals) ચાલી રહી હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા કાંદિવલીમાં ગેરકાયદેસર નર્સિંગ હોમ્સ અને હોસ્પિટલો પરની કાર્યવાહીમાં બહાર આવ્યું છે કે 13 માંથી 12 લાયસન્સ(License) વગર ચાલુ હતી. રસપ્રદ વાત એ છે કે, એકમાત્ર રજિસ્ટર્ડ નર્સિંગ હોમનું લાયસન્સ પણ ફાયર સેફ્ટીના ધોરણોનું પાલન કરવામાં નિષ્ફળતા જવાને કારણે રીન્યુ કરવામાં આવ્યું ન હતું.
BMC અધિકારીઓના કહેવા મુજબ તેમાંથી બે હવે બંધ કરી દેવામાં આવ્યા છે જ્યારે 10 નર્સિંગ હોમ્સ જે હજી પણ ખુલ્લા છે અને ત્યાં તબીબી કર્મચારીઓ(medical personnel) કામ કરે છે, તેની સામે એફઆઈઆર(FIR) નોંધવામાં આવી છે,
આર દક્ષિણ વોર્ડના અધિકારીના કહેવા મુજબ આ નર્સિંગ હોમ મોટે ભાગે ઝૂંપડપટ્ટી વિસ્તારોમાંથી(slum areas) લગભગ બે વર્ષથી કાર્યરત છે. તેઓ 5-10 પથારી અને 15 સ્ટાફ સભ્યો સાથે ક્લિનિક્સ અથવા ડે કેર સેન્ટરની(Day care center) જેમ કાર્ય કરે છે અને ગરીબ દર્દીઓને પૂરી પાડે છે.
આ સમાચાર પણ વાંચો : દુકાનદારો પર આ કાર્યવાહી કરો-ફેરિયાઓની મદદ કરવા વાળા પર ભાજપના આ નેતાનું મોટું નિવેદન
સંજય નગર(Sanjay Nagar) ખાતે વાડીલાલ ગોસાલિયા રોડ પર આવેલી એક હોસ્પિટલ બંધ કરી દીધી છે પરંતુ તે પોલીક્લીનીક(Polyclinic) તરીકે કાર્યરત છે. ઠાકુર કોમ્પ્લેક્સમાં આવેલી એક હોસ્પિટલે પણ તેના નર્સિંગ હોમની કામગીરી બંધ કરી દીધી છે. હાલમાં, તે ડે કેર સેન્ટર તરીકે કામ કરે છે અને દર્દીઓને દાખલ કરતું નથી.
BMCએ અકુર્લી રોડ પરની એક હોસ્પિટલનું લાયસન્સ રીન્યુ કર્યું ન હતું કારણ કે તે ફાયર વિભાગ પાસેથી નો-ઓબ્જેક્શન પ્રમાણપત્ર(No-Objection Certificate) મેળવવામાં નિષ્ફળ રહી હતી.
આર સાઉથ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર સંધ્યા નાંદેડકરના(Sandhya Nandedkar) કહેવા મુજબ કાંદિવલીમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા 10 નર્સિંગ હોમ્સ સામે FIR દાખલ કરી છે. બે હોસ્પિટલો બંધ કરી દીધી છે. લોકોને આ ગેરકાયદે હોસ્પિટલોમાં ન જવાની ચેતવણી આપતા બોર્ડ લગાવ્યા હતા પરંતુ તેઓએ બોર્ડ હટાવી દીધા હતા.