News Continuous Bureau | Mumbai
રસ્તા પર ગમે ત્યાં પાર્ક કરેલા વાહનો(Vehicle)ને કારણે રસ્તા પર પાર્કિગની સમસ્યા તો નિર્માણ થાય છે. એ સાથે જ આવા વાહનો સુરક્ષા સામે જોખમ નિર્માણ કરી શકે છે. કેન્દ્ર સરકારે(Central govt) ગયા વર્ષે શરૂ કરેલી ભંગાર વાહનોને હટાવવાની સ્ક્રેપિંગ પોલિસી(Scrapping policy)નો રાજ્ય સરકારે અમલ કરવાનું ચાલુ કરી દીધું છે. જે હેઠળ છેલ્લા બે મહિનાથી પણ ઓછા સમયમાં મુંબઇ, થાણે, નવી મુંબઇમાંથી લગભગ 15,000થી વધુ ભંગાર વાહનો(Scrap vehicle)ને ટો કરી રસ્તા પરથી હટાવવામાં આવ્યા છે. તો મુંબઇમાં અત્યાર સુધી આવા 1,000 વાહનોને લિલામ(Auction) કરવામા આવ્યા છે, નવી મુંબઇ મહાનગર પાલિકા(NMMC)એ ૨,૦૦૦થી વધુ ભંગાર વાહનોના લિલામ કરવાની દરખાસ્ત રજૂ કરી છે.
રસ્તા પર ગમે ત્યાં પાર્ક કરેલા વાહનો ટ્રાફિકને અવરોધરૂપ હોય છે, તો રાતે સમાજવિરોધી તત્વોના અડ્ડા બની જાય છે. આ સંદર્ભે એક્ટિવિસ્ટો લાંબા સમયથી કેન્દ્ર સરકારની સ્ક્રેપિંગ પોલિસી(Central govts scrapping policy)નો રાજ્ય સરકાર અમલ કરે એવી માગણી કરી રહ્યા હતા. જેથી કરીને શહેરના રસ્તાઓ ભંગાર વાહનોંથી મુક્ત કરી શકાય. માર્ચ અને મે મહિનાના મધ્ય સુધીમાં મુંબઇમાંથી 13,451 ભંગાર વાહનો દૂર કરવામાં આવ્યા. એટલે કે રોજના સરેરાશ 189 વાહનોને રસ્તા પરથી હટાવવામા આવતા હતા.
આ સમાચાર પણ વાંચો : કામના સમાચાર. હવે રેસ્ટોરન્ટ આપની પરવાનગી વગર સર્વિસ ચાર્જ નહીં લઈ શકે. આ વિભાગે કરી સ્પષ્ટતા… જાણો વિગતે…
જોકે ભંગાર વાહનોને ડમ્પિંગ(dumping) કરવા માટે જગ્યાની અછત છે. પોલીસે ભંગાર વાહનોને ડમ્પ કરવા માટે શહેરમાં જગ્યાની શોધ કરી છે. પણ હજુ સુધી તેમને સફળતા મળી નથી.
ભંગાર વાહનો બાદમાં લિલામ કરવામાં આવે છે. ટ્રાફિક પોલીસ(Traffic police) પાસેથી નો-ઓબ્જેકશન સર્ટિફિકેટ (No objection certificate)અને સ્થાનિક પોલીસ પાસેથી જે તે ભંગાર વાહન કોઇ ગુના અથવા કોર્ટ કેસ સાથે સંકળાયેલું નથી એવી જાણ થયા બાદ મહાપાલિકા આ વાહનોને લિલામમાં મૂકી શકે છે. ભંગાર વાહનોના રજીસ્ટ્રેશન નંબરને કેન્સલ કરવા માટે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસને જાણ કરવાની હોય છે. મહાપાલિકા(corporation)ની દરેક વોર્ડમાં આવેલી વેલ્યુએશન કમિટી(valuation committee) વાહનની કિંમત નક્કી કરે છે. લિલામ માટે કોન્ટ્રાકટરની નિમણૂક કરવામાં આવી છે. અને વેલ્યુએશન કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલી કિંમત કરતા વધુ અથવા તેના કરતાં વધારે કિંમતની બિડ કરે છે તેને વાહન મળે છે.
BMCના કહેવા મુજબ દહીસરના ઝોન-સાતમાં લગભગ 1,૦૦૦ જેટલાં વાહનોનું લિલામ કરવામાં આવ્યું છે અને તેમાંથી એક કરોડ રૂપિયાની કમાણી થઈ હતી.