Site icon News Continuous Bureau | Mumbai

ગરીબોને ખવડાવવવા પાછળ પાલિકાએ કરેલા ખર્ચામાં પણ ગોલમાલ! કોંગ્રેસે વ્યકત કરી શંકા. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 21 ઓક્ટોબર, 2021.

Join Our WhatsApp Channel

ગુરુવાર.

કોરોના મહામારી દરમિયાન અચાનક લાદી દેવામાં આવેલા લોકડાઉનને પગલે અનેક લોકોના ખાવા-પીવાના વાંધા થઈ ગયા હતા. લોકોએ નોકરી-ધંધા ગુમાવી દીધા હતા. એવા સમયમાં પાલિકા સ્થળાંતરિત કામદારો અને ગરીબ લોકોને  જમવાનું આપતી હતી. આ લોકોને ભોજન આપવા સામે પાલિકાએ લગભગ 130 કરોડ રૂપિયા ખર્ચી નાંખ્યા હતા.  ગરીબોને ખવડાવા પાછળ કરવામાં આવેલા ખર્ચામાં ગોલમાલ કરવામાં આવ્યો હોવાનો આરોપ પાલિકાના વિરોધપક્ષ કોંગ્રેસે કર્યો છે.

લોકડાઉનમાં રાજય સરકારે સ્થળાંતરિત લોકો અને ગરીબ લોકોને બે ટંકનું ભોજન પૂરું પાડવાનો આદેશ મહાપાલિકાને આપ્યો હતો. તે મુજબ લાખો નાગરિકોને ખવડાવવા પાછળ 130 કરોડ રૂપિયા ખર્ચી નાંખ્યા હોવાનો પાલિકાનો દાવો ખોટો છે. પાલિકાએ જમવા પાછળ વધુ  ખર્ચો બતાવ્યો છે. તેમની પાસે તો અનેક કોન્ટ્રેક્ટરના બિલ પણ નથી એવો આરોપ પણ વિરોધપક્ષ નેતા રવી રાજાએ કર્યો છે.

એશિઝ શ્રેણી પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને લાગ્યો ઝટકો, આ દિગ્ગજ ફાસ્ટ બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા; જાણો વિગતે 

અહીં ઉલ્લેખનીય છે કે પાલિકાએ લોકોને ભોજન ખવડાવવા પાછળ કરેલા ખર્ચાની રકમ રાજય સરકાર ચૂકવવાની હોવાનું કહેવાય છે. જોકે હજી સુધી સરકાર પાસેથી માત્ર 12 કરોડ રૂપિયા જ મળ્યા છે.

 

Mumbai Police Bangladeshi Infiltrators ખાર વિસ્તારમાં સંતાઈને રહેતા 7 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા ATCની મોટી કાર્યવાહી, પાસપોર્ટવીઝા વગર ગેરકાયદે રહેતા હોવાનો પર્દાફાશ
Kandivali Police Arrest Two Conmen જાદુઈ ચશ્મા અને નોટોના ઢગલાની લાલચ પડી ભારે! કાંદિવલી માં ૭૦ વર્ષીય વૃદ્ધ સાથે અધધ ₹૩૧ લાખની ઠગાઈ પોલીસે બિછાવી જાળ
Versova Bike Thefts શોખ પૂરો કરવા માસ્ટર કીથી બાઇક ચોરી! પેટ્રોલ ખલાસ થતાં લાવારીસ છોડી ભાગી જતો ટીનેજર આખરે પોલીસના સકંજામાં
MNS Leader Arrested રાજકીય વગ વાપરી ફ્લેટ પચાવી પાડવાનો કારસો બનાવટી દસ્તાવેજો બનાવી ભાડું ન ચૂકવનાર મનસે નેતા દબોચાયા
Exit mobile version