ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 માર્ચ 2021
મુંબઈ શહેરમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતકી નીવડી રહી છે. ગત્ ફેબ્રુઆરી મહિનાની સરખામણીએ આ મહિનામાં કરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. મુંબઈમાં રોજના ૩ હજારથી પણ વધુ કોરોના કેસ નોંધાય છે. અને આ જ કારણે હવે મુંબઈ મહાનગરપાલિકાએ કરડાકી નું રૂપ ધારણ કર્યું છે.
મુંબઈ મહાનગરપાલિકાના નવા કાયદા અનુસાર રસ્તાઓ ,જાહેર સ્થળો કે લગ્ન સમારંભમાં કોઈપણ વ્યક્તિ માસ્ક વગર દેખાશે તો તેના પર દંડાત્મક ફોજદારી કેસ કરવામાં આવશે. પાલિકાએ કરેલા એક સર્વે અનુસાર મુંબઈમાં બોરીવલી, કાંદિવલી ,અંધેરી ઇસ્ટ તેમજ વેસ્ટ અને વિસ્તારમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધતી જ જાય છે અને આમાંથી ૯૦ ટકા કેસો બિલ્ડીંગ, મોટા કોમ્પ્લેક્સ અને ગગનચુંબી ઇમારતો માં જોવા મળે છે. આજે એક જ દિવસમાં મુંબઈમાં 3062 કોરોના ના કેસ સામે આવ્યા છે.
કોરોના મહામારી ને રોકવા પાલિકાનું આ કડક પગલું કેટલું સફળ થશે? તે હવે જોવું રહ્યું.
