ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 10 ડિસેમ્બર 2021
શુક્રવાર.
પર્યાવરણના સંવર્ધનને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાએ પોતાનો મહત્વનો કહેવાતો ગાર્ગાઈ ડેમ પ્રોજેક્ટને સમેટી લીધો છે. આ પ્રોજેક્ટ રદ થવાથી 4.5 લાખ વૃક્ષો કપાવાથી બચી ગયા હોવાનું કહેવાય છે. પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેની ઈચ્છાને પગલે આ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મુંબઈની વધતી વસ્તી સામે પાણીની પણ ડિમાન્ડ વધી રહી છે. હાલ મુંબઈગરાને 3,850 મિલિયન લિટર જેટલું પાણી મળે છે. પાલિકા પાલઘર પાસે ગાર્ગાઈ ડેમ પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી. તેને કારણે પાલિકાને વધારાનું 450 મિલિયન લિટર પર ડે (MLD) પાણી મળવાનું હતું. આ પ્રોજેક્ટને કારણે મોટા પ્રમાણમાં વૃક્ષોની નિકંદન નીકળી જવાનું હતું.
છેલ્લા અમુક મહિનામાં મુંબઈ અને આજુબાજુના વિસ્તારમાં અનેક વાવાઝોડા આવી ગયા છે. તેથી પાલિકા પર્યાવરણના સંવધર્ન પર ભાર આપી રહી છે. તેથી ગાર્ગાઈ પ્રોજેકટને જ રદ કરી નાખવાનો નિર્ણય લેવામા આવ્યો હોવાનું કહેવાય છે.
આ પ્રોજેક્ટ રદ થવાથી પાણીની સમસ્યા તો માથા પર ઊભી જ રહેવાની છે. તેથી પાલિકાએ ખારા પાણીને મીઠું બનાવવા પર ધ્યાન આપી રહી છે. તે મુજબ મનોરીમાં ખાનગી કંપની સાથે મળીને ખારા પાણીને મીઠા બનાવવાની યોજના બનાવી છે. પાલિકાના કહેવા મુજબ અહીંથી પાલિકાને 1,800 MLD પાણી મળશે. પહેલા તબક્કામાં મનોરીમાં પ્રોજેક્ટ ઊભો થશે. બીજા તબક્કામાં અન્ય જગ્યાએ પ્લાન્ટ ઉભા કરાશે
નવા વર્ષમાં નાગરિકોને લાગશે ઝટકો! ઓનલાઇન ઓટો-ટેક્સીની બુકિંગ પર પણ ચૂકવવો પડશે GST. જાણો વિગત