ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 ફેબ્રુઆરી 2021
મુંબઈ શહેરમાં પ્લાસ્ટિકની થેલી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ લાગતા ની સાથે જ શણની થેલી મફતમાં આપવાનો મુંબઈના નગરસેવકોએ ઉપક્રમ શરુ કર્યો હતો. આ માટે નગરસેવકોના ફંડમાંથી અલગ પૈસા શણ ની થેલી માટે આપવામાં આવતા હતા.
હવે આ મફત ની થેલીઓ ને વહેંચવાનો કાર્યક્રમ બંધ થયો છે. વાત એમ છે કે મુંબઈ મહાનગર પાલિકા કમિશનરે આ મફત ની વસ્તુ ગામ દુનિયાને આપવાની વિરુદ્ધમાં પોતાનો મત રજૂ કરતા ફંડ ને અટકાવી દીધું છે.
આમ પોતાની પબ્લિસિટી વધારવા માટે થેલીઓ ઉપર પોતાનું નામ છાપીને નગરસેવકો મફતની વાહવાહી લૂંટી રહ્યા હતા. પાલિકા કમિશનરે આ ધંધા બંધ કરાવી નાખ્યા છે.
ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે મુંબઈ મહાનગરપાલિકા નુકસાનમાં છે. આવા સમયે આવા લખલૂટ ખર્ચ કેમ પોસાય?