Site icon News Continuous Bureau | Mumbai

Travel Agent Fraud: વિયેતનામની સહેલગાહ પડી ભારે: વિઝા અને પેકેજના નામે ₹8.25 લાખ પડાવનાર ટ્રાવેલ એજન્ટ અંધેરીથી ઝડપાયો

Travel Agent Fraud સસ્તા પેકેજની લાલચ આપી બિઝનેસમેન અને ડોક્ટરના પરિવાર સાથે છેતરપિંડી; એજન્ટે વિઝાના પૈસા પોતાના અંગત દેવામાં વાપરી નાખ્યા.

Travel Agent Fraud વિયેતનામની સહેલગાહ પડી ભારે વિઝા અને પેકેજના નામે ₹8.25 લાખ

Travel Agent Fraud વિયેતનામની સહેલગાહ પડી ભારે વિઝા અને પેકેજના નામે ₹8.25 લાખ

News Continuous Bureau | Mumbai
Travel Agent Fraud મુંબઈના અંધેરી વિસ્તારમાં રહેતા એક બિઝનેસમેન અને તેમના મિત્ર (ડોક્ટર) ના પરિવાર સાથે વિદેશ પ્રવાસના નામે લાખોની ઠગાઈ થઈ હોવાની ઘટના સામે આવી છે. વિયેતનામ ફરવા જવા માટે આ પરિવારોએ પુણેના એક ટ્રાવેલ એજન્ટને ₹8.25 લાખ ચૂકવ્યા હતા, પરંતુ એજન્ટે વિઝા કે બુકિંગ કરાવવાને બદલે આ રકમ ચાઉં કરી લીધી હતી. મુંબઈની MIDC પોલીસે આ મામલે 45 વર્ષીય આરોપી એજન્ટની ધરપકડ કરી છે. ફરિયાદી બિઝનેસમેને જ્યારે તેમના પરિવાર અને મિત્રના પરિવાર સાથે વિયેતનામ જવાનું આયોજન કર્યું, ત્યારે તેમણે પુણે સ્થિત એક ટ્રાવેલ એજન્સીનો સંપર્ક કર્યો હતો. એજન્ટે વિઝા અને હોટેલ બુકિંગની ખાતરી આપતા ફરિયાદીએ ટુકડે-ટુકડે લાખો રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જોકે, પ્રવાસની તારીખ નજીક આવવા છતાં એજન્ટ માત્ર વાયદા જ કરતો રહ્યો હતો.

વિઝા પ્રોસેસિંગના નામે ગુમરાહ કર્યા

જ્યારે પણ પરિવારે વિઝા અંગે પૃચ્છા કરી, ત્યારે આરોપીએ ‘પ્રોસેસિંગ ચાલુ છે’ તેવું બહાનું કાઢી સમય પસાર કર્યો હતો. શંકા જતાં ફરિયાદીએ અન્ય એજન્સીમાં તપાસ કરી તો ખબર પડી કે વિયેતનામના વિઝા સામાન્ય રીતે 20 દિવસમાં આવી જતા હોય છે. જ્યારે એજન્ટ પાસે પૈસા પાછા માંગવામાં આવ્યા, ત્યારે તેણે હાથ ઊંચા કરી દીધા હતા અને નાણાં પરત કરવાનો ઇનકાર કરી દીધો હતો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Mumbai Theft Case: મુંબઈના જુહુમાં વરિષ્ઠ નાગરિકના બંધ ઘરમાં ₹5.3 લાખની ચોરી: સોસાયટીના જ બે હાઉસકીપિંગ કર્મીઓની ધરપકડ

 

અંગત દેવું ચુકવવા લોકોના પૈસા વાપરી નાખ્યા

છેતરપિંડીનો અહેસાસ થતાં બિઝનેસમેને MIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશનના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે વિઝા માટે કોઈ અરજી કરી જ નહોતી. તેણે ફરિયાદી પાસેથી મળેલા ₹8.25 લાખ પોતાના અંગત દેવા અને કામોમાં વાપરી નાખ્યા હતા.

Mumbai Cyber Fraud Cases મુંબઈમાં સાયબર ગઠિયાઓનો તરખાટ ફેક લિંક અને ગુમ ક્રેડિટ કાર્ડ દ્વારા બે અલગઅલગ કેસમાં ₹૨૬ લાખની છેતરપિંડી
Mumbai OTP Farming Syndicate Busted મુંબઈમાં ‘ઓટીપી ફાર્મિંગ’ નેટવર્કનો પર્દાફાશ વેસ્ટ સાયબર પોલીસે ૩ ગઠિયાઓને દબોચ્યા, ૬૬૯ સિમ કાર્ડ જપ્ત
Mumbai Stock Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૯.૬૮ કરોડની છેતરપિંડી મ્યૂલ એકાઉન્ટ સપ્લાય કરતી ગેંગના ૪ શખ્સો ઝબ્બે
Mumbai Digital Arrest Scam ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વરિષ્ઠ નાગરિક સાથે ₹૧.૧૨ કરોડની ઠગાઈ મુંબઈ સાયબર પોલીસે ૬ ગઠિયાઓને દબોચ્યા
Exit mobile version