Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Digital Arrest Scam ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વરિષ્ઠ નાગરિક સાથે ₹૧.૧૨ કરોડની ઠગાઈ મુંબઈ સાયબર પોલીસે ૬ ગઠિયાઓને દબોચ્યા

Mumbai Digital Arrest Scam ₹૨૩૮ કરોડના કથિત મની લોન્ડરિંગનો ડર બતાવી બનાવ્યા શિકાર; ૨૦ મોબાઈલ અને ૨૫ બેંક ખાતાઓની વિગતો જપ્ત

Mumbai Digital Arrest Scam  'ડિજિટલ અરેસ્ટ'ના નામે વરિષ્ઠ નાગરિક સાથે ₹૧.૧૨ કરોડની ઠગાઈ મુંબઈ સાયબર પોલીસે ૬ ગઠિયાઓને દબોચ્યા

Mumbai Digital Arrest Scam 'ડિજિટલ અરેસ્ટ'ના નામે વરિષ્ઠ નાગરિક સાથે ₹૧.૧૨ કરોડની ઠગાઈ મુંબઈ સાયબર પોલીસે ૬ ગઠિયાઓને દબોચ્યા

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Mumbai Digital Arrest Scam મુંબઈમાં સાયબર ગઠિયાઓ દ્વારા નિર્દોષ લોકોને ‘ડિજિટલ અરેસ્ટ’ (Digital Arrest) કરીને લાખોકરોડો રૂપિયા ખંખેરવાના કિસ્સાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની નોર્થ સાયબર સેલે તાજેતરમાં એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરીને ૬ સાયબર ઠગોની ધરપકડ કરવામાં મોટી સફળતા મેળવી છે. આ ટોળકીએ મુંબઈના એક ૬૮ વર્ષીય વરિષ્ઠ નાગરિકને ₹૨૩૮ કરોડના કથિત મની લોન્ડરિંગ કેસમાં તેમની સામે ધરપકડ વોરંટ નીકળ્યું હોવાનો ભય બતાવ્યો હતો. ત્યારબાદ વૃદ્ધને વીડિયો કોલ પર કલાકો સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ રાખીને કાયદાકીય મુશ્કેલીમાંથી બચાવવાના બહાને ₹૧.૧૨ કરોડની જંગી રકમ પડાવી લીધી હતી.

Mumbai Digital Arrest Scam – નકલી પોલીસ યુનિફોર્મ અને બોગસ સરકારી નોટિસોથી ડરાવ્યા

પોલીસ તપાસમાં સામે આવેલી ચોંકાવનારી વિગતો મુજબ, આરોપીઓએ ટેલિકોમ વિભાગ (DoT), સીબીઆઈ (CBI) અને મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓના નામે પીડિત વૃદ્ધનો સંપર્ક કર્યો હતો. વીડિયો કોલ દરમિયાન આરોપીઓ ખાખી પોલીસ યુનિફોર્મ પહેરીને અને બેકગ્રાઉન્ડમાં પોલીસ સ્ટેશન જેવો સેટઅપ ગોઠવીને બેઠા હતા જેથી વરિષ્ઠ નાગરિકને જરાય શંકા ન જાય. તેમણે સીબીઆઈ અને સુપ્રીમ કોર્ટના બોગસ સીલવાળા નકલી એરેસ્ટ વોરંટ અને લીગલ નોટિસો પીડિતને મોકલીને જેલમાં ધકેલી દેવાની ગંભીર ધમકીઓ આપી હતી.

Mumbai Digital Arrest Scam – વેરિફિકેશનના નામે ₹૧.૧૨ કરોડ ટ્રાન્સફર કરાવી લીધા

સાયબર ઠગોએ પીડિતને સતત મોનિટરિંગ હેઠળ રાખી પરિવારના અન્ય સભ્યો સાથે વાતચીત કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારબાદ ખાતાઓમાં પડેલા તમામ નાણાંની કાનૂની તપાસ અને વેરિફિકેશન કરવાના બહાને આ રકમ સરકારી સેફ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની સૂચના આપી હતી. ધરપકડ અને બદનામીના ડરથી ગભરાયેલા વૃદ્ધે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે ઠગો દ્વારા આપવામાં આવેલા બેંક ખાતાઓમાં કુલ ₹૧.૧૨ કરોડ ટ્રાન્સફર કરી દીધા હતા. નાણાં જમા થયા બાદ સંપર્ક તૂટી જતાં વૃદ્ધને પોતાની સાથે થયેલી છેતરપિંડીનો અહેસાસ થયો હતો.

Mumbai Digital Arrest Scam – સાયબર સેલની ત્વરિત કાર્યવાહી: ૬ આરોપીઓ જેલહવાલે

ભોગ બનનાર વૃદ્ધે નોર્થ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં જ પોલીસે વિશેષ ટીમ બનાવી બેંક ખાતાઓ અને કોલ ડિટેઈલ્સનું ટેકનિકલ એનાલિસિસ હાથ ધર્યું હતું. પોલીસે ટ્રેસિંગ કરીને આંતરરાજ્ય ગેંગના ૬ સભ્યોને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી ૨૦ મોબાઈલ ફોન, ૨ લેપટોપ અને છેતરપિંડીના નાણાં રોટેટ કરવા માટે વપરાતા ૨૫ બેંક ખાતાઓની મહત્વની વિગતો જપ્ત કરવામાં આવી છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ તપાસ એજન્સી વીડિયો કોલ પર ‘ડિજિટલ અરેસ્ટ’ કરતી નથી, જેથી આવા કોલ આવે ત્યારે તાત્કાલિક સાયબર હેલ્પલાઈન પર જાણ કરવી.

👉 આ સમાચાર વાચો:
Russian Drone Strikes In Black Sea બ્લેક સીમાં રશિયાનો ૪ કાર્ગો શિપ પર ભીષણ હુમલો ડ્રોનનો મારો ચલાવ્યો, એક જહાજના કેપ્ટનનું મોત

Nahur Wedding Food Poisoning નાહુર વેસ્ટમાં લગ્ન સમારોહમાં ફૂડ પોઇઝનિંગ નવદંપતી સહિત ૩૧ લોકો હોસ્પિટલમાં દાખલ, ભોજન બાદ ઉલટીઝાડાની ગંભીર તકલીફ
Malad Home Cleaning Theft દિવાળીની સફાઈ માટે ઍપ દ્વારા બોલાવેલા કામગારોએ ₹૧૨ લાખના દાગીના ચોર્યા મલાડ પોલીસે પાલઘરવસઈ પટ્ટામાંથી ત્રણને દબોચ્યા, ૧૦૦ ટકા મુદ્દામાલ રિકવર
MBMC Headquarters Fire મીરાભાઈંદર પાલિકા મુખ્યાલયમાં વહેલી સવારે ભીષણ આગ આરોગ્ય વિભાગના સરકારી દસ્તાવેજો બળીને ખાખ, કરોડોના ફાયર સેફ્ટી ખર્ચ સામે સવાલો
Bank Loan Fraud Case ₹૨,૨૯૬ કરોડના બેંક લોન ફ્રોડ કેસમાં EDની મોટી કાર્યવાહી ₹૫૩.૯૫ કરોડની મિલકતો કામચલાઉ ટાંચમાં લીધી, કુલ જપ્તી ₹૫૪૬ કરોડે પહોંચી
Exit mobile version