Site icon

આખરે બોરીવલીનો આ વિસ્તાર કાયમ માટે થયો પૂરમુક્ત- BMC અમલમાં મૂકી આ યોજના-જાણો વિગત

News Continuous Bureau | Mumbai

મુંબઈના પશ્ચિમ ઉપનગરના(Western suburbs) છેવાડે આવેલા બોરીવલીમાં(Borivali) ચોમાસામાં(Monsoon) ભરાતા પાણીની(Water logging) સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં મુંબઈ મહાનગરપાલિકા (BMC)ને સફળતા મળી છે. 

Join Our WhatsApp Community

બોરીવલી(વેસ્ટ)માં(Borivali WEast) ડી.એન.મ્હાત્રે રોડ(D.N. Mhatre Road) પર ચોમાસામાં કાયમ પાણી ભરાઈ જતા હતા. પાલિકાના સ્ટોર્મ વોટર ડ્રેનેજ ડિપાર્ટમેન્ટે(Storm Water Drainage Department) અહીં આ રસ્તાને લાગીને લગભગ 465 મીટર અંતરની નવી સ્ટોર્મ વોટર ડ્રેનેજ(વરસાદી પાણીનો નિકાલ કરનારી પાઈપ લાઈન) લાઈનને બાંધી છે. તેથી છેલ્લા થોડા દિવસથી મુંબઈમાં ભારે વરસાદ(Mumbai Rains) પડી રહ્યો છે છતાં અહીં વરસાદી પાણી ભરાયા નથી અને પાણીનો તુરંત નિકાલ થયો છે. તેથી વર્ષો બાદ સ્થાનિક નાગરિકોન ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી છૂટકારો મળ્યો છે.

મુંબઈની ભૌગોલિક રચનામાં(Geographical structure) અનેક નીચાણવાળા વિસ્તારનો સમાવેશ થાય છે. ભારે વરસાદ અને ભરતી(Tide)  દરમિયાન નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા હોય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ સેન્ટર બાંધવા, નીચાણવાળા વિસ્તારમાં પંપીંગની વ્યવસ્થા કરવી, નવા અને વધુ ક્ષમતાની વરસાદની પાણીનો નિકાલ કરનારી પાણીપાઈન નાખવી જેવી ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવી છે.

પાલિકાએ આ યોજના પરેલમાં(Parel) હિંદમાતા(Hindmata), ગાંધી માર્કેટમાં(gandhi market)પણ અમલમાં મૂકી છે, જેમાં આ વિસ્તારમાં સ્ટોરેજ ટેન્ક(Storage tank) બાંધી પાઈપલાઈન દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ આ સ્ટોરેજ ટેંકમાં કરવામાં આવે છે અને બાદમાં પાણીનો નિકાલ દરિયામાં કરવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : થાણેવાસીઓ માટે વિચિત્ર સમસ્યા- મુશળધાર વરસાદ છતાં પાણી માટે ધાંધિયા- જાણો શું છે કારણ

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમાં નીચાણવાળા પાણી ભરાઈ જવાના 386 ક્રોનિક પોઈન્ટ છે. તેમાંથી 282માં ભરાયેલા પાણીનો નિકાલ કરવા માટે ઉપાયયોજના અમલમાં મૂકી દેવામાં આવી છે. તો બાકીના 104માંથી આ વર્ષે 31 મે,2022 પહેલા વધુ 24 સ્થળે બાંધકામ પૂરા કરવામાં આવ્યા છે. એટલે કે આજ સુધીમાં 306 સ્થળો વરસાદી પાણી ભરાવવાની સમસ્યાથી મુક્ત થયા છે. બાકીના 80 ઠેકાણે કામ 2023 પહેલા પૂરા કરવામાં આવવાના છે. 
 

Lokhandwala Minerva: મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો, આટલા માળ સાથે લોખંડવાલા મિનર્વા બન્યો ભારતનો સૌથી ઊંચો રહેણાંક ટાવર
Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Exit mobile version